સુરત: મુશળધાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા,જન જીવનને વ્યાપક અસર

કાપડ નગરી સુરતમાં મુશળધાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ગતરોજ સાંજથી શરૂ થયેલો વરસાદ  બીજા દિવસે પણ ધોધમાર વરસ્યો હતો

New Update

કાપડ નગરી સુરતમાં મુશળધાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ગતરોજ સાંજથી શરૂ થયેલો વરસાદ  બીજા દિવસે પણ ધોધમાર વરસ્યો હતો

હવામાન વિભાગે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે 21મી જુલાઈએ સાંજે પાંચ વાગ્યા બાદ બે કલાકમાં સવા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના પગલે શહેર પાણી પાણી થઈ ગયું હતું. શહેરના વરાછા, અઠવાગેટ, કતારગામ, પુણાગામ, ઉધના સહિતના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને પગલે નોકરી-ધંધેથી પરત ફરતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

રોડ પર બેથી અઢી ફૂટ પાણી ભરાતાં વાહનો રસ્તામાં બંધ પડ્યા હતા. તો સોસાયટીના બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા અને ઘરમાં પાણી ઘૂસ્યા હતા.સરથાણા વિસ્તારમાં પણ પાંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેને લઈને વરાછાથી સરથાણા સુધી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. આ સાથે જ સરથાણા પોલીસ સ્ટેશન અને ઉત્રાણ પોલીસ સ્ટેશન બહાર પણ પાણી ભરાઈ ગયા હતા.

Latest Stories