સુરતમાં ડુપ્લિકેટ વોચનું કૌભાંડ ઝડપાયું , કંપની દ્વારા દરોડો.

સુરતના પુણા વિસ્તારમાં આવેલ ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લીકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી

New Update

સુરતના વરાછા વિસ્તારમાથી અલગ અલગ જગ્યા ઉપર દુકાનો ખોલીને બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ વોચ બનાવી વોચ ઉંચા ભાવે ગ્રાહકોને વેચી લોકો સાથે છેતરપિંડી કરતી અલગ અલગ જગ્યા પર કંપની દ્વારા કોર્ટ કમિશન સાથે દરોડો પાડવામાં આવતા ફફડાટ ફેલાયો હતો.

સ્કીમી કંપનીની વોચનું ડુપ્લીકેશન

સુરતના પુણા વિસ્તારમાં આવેલ ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લીકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી તેથી કંપની દ્વારા આ બાબતે કોપીરાઇટ એન્ડ ટ્રેડમાર્કમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ દિલ્હી હાઇકોર્ટના ઓર્ડરથી કોર્ટ કમિશનની સાથે સ્કીમી કંપનીની વોચનું ડુપ્લીકેશન કરી વેચાણ કરતી અલગ અલગ દુકાનો પર કંપનીના જવાબદાર વ્યક્તિઓ દ્વારા પોલીસને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો.આશીર્વાદ વોચ નામની દુકાનમાં 300થી લઈને 1300 રૂપિયા કરતાં વધારે ભાવે કંપનીની વોચ સમગ્ર દેશમાં ઓનલાઈનના માધ્યમથી વેચાણ કરવામાં આવતી હતી. માત્ર સ્કીમી કંપની જ નહીં પરંતુ અન્ય બ્રાન્ડેડ કંપનીઓની વોચનું પણ ડુપ્લિકેશન થતું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે. કંપની દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કેએસએસ એન્ટરપ્રાઇઝનિવાન ફેશન અને આશીર્વાદ એન્ટરપ્રાઇઝ નામથી પિયુષ વિરડીયા નામનો વ્યક્તિ ડુબલીકેટ વોચનું વેચાણ કરવાનું કામ કરતો હતો.

Latest Stories