સુરત: દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ તરીકે ધારાસભ્ય સંદીપ દેસાઈની વરણી

સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) એવી સુરત માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની આજે વરણી કરવામાં આવી

સુરત: દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ તરીકે ધારાસભ્ય સંદીપ દેસાઈની વરણી
New Update

સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ તરીકે ધારાસભ્ય સંદીપ દેસાઈની વરણી કરવામાં આવી છે સમગ્ર દક્ષિણ ગુજરાતની સૌથી મોટા સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) એવી સુરત માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની આજે વરણી કરવામાં આવી હતી. જેમાં 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈને પ્રમુખ તરીકે અને હર્ષદ પટેલની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી.

એપીએમસીના હોદ્દેદારોની નિમણૂક કરવા બાબતે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. સંદીપ દેસાઈનું નામ પહેલાથી જ એપીએમસીના પ્રમુખ તરીકે ખૂબ જ મજબૂત રીતે લેવાતું રહ્યું હતું અને આખરે પાર્ટી દ્વારા જે મેન્ડેડ આપવામાં આવ્યો છે, તેમાં સંદીપ દેસાઈનું નામ જ જાહેર કરવામાં આવ્યું છે. પહેલાંથી જ આખી ગોઠવણ થઈ ગઈ હતી અને તેના મુજબ જ નામ જાહેર કરીને બાકીની તમામ પ્રકારની ઔપચારિકતાઓ પૂરી કરી લેવામાં આવી હતી.

#Surat Marketing Yard #સુરત માર્કેટિંગ યાર્ડ #Agricultural Produce Market Committee #GujaratConnect #Surat APMC #SuratNews #ખેતીવાડી ઉત્પન્ન બજાર #Gujarat APMC #MLA Sandeep Desai #gujarat samachar #Sandeep Desai
Here are a few more articles:
Read the Next Article