/connect-gujarat/media/post_banners/e140befd10dfc9f9a369b77b50f2e7d936f4effff2ba8879179072f3b170ccd0.webp)
સુરત મહિધરપુરા પોલીસનો કોન્સ્ટેબલ મિથુન ચૌધરી 7 મહિનાથી ગુમ છે. પોલીસ કોન્સ્ટેબલ નો પરિવાર હાથમાં બેનરો લઈ પોલીસ કમિશનર કચેરી પહોંચી પોલીસ કોન્સ્ટેબલને શોધી કાઢવા માટે અપીલ કરી રહ્યા છે.
ઓગસ્ટ મહિનામાં દિલ્હી પોલીસે સુરતના કાપોદ્રા પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિપુલ કોરડીયાની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં કોલ ડિટેઈલ રેકોર્ડ વેચવાના રેકેટમાં વિપુલ કોરડિયાની સંડોવણી ખૂલી હતી. વિપુલને પૂછપરછ કરતા તેઓએ મહિધરપુરા પોલીસ ઝોન-4 માં ફરજ બજાવતા મિથુન ચૌધરી પાસેથી યુઝર આઇડી પાસવર્ડ મેળવી આ કોલ ડીટેલ ચોરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે કોન્સ્ટેબલ મિથુન ચૌધરીને બે દિવસ પૂછપરછ માટે દિલ્હી લઈ ગઈ હતી જ્યારે બે દિવસની પૂછપરછ બાદ 7 મહિના વીતી ગયા છતાં આજદિન સુધી કોન્સ્ટેબલ ચૌધરી ઘરે પરત ફર્યો નથી.પોલીસ કોન્સ્ટેબલ મિથુલ ચૌધરીની પત્ની શર્મિલા ચૌધરીએ જણાવ્યું હતું કે મારા પતિ છેલ્લા 6 મહિનાથી ગુમ થઈ ગયા છે.