Connect Gujarat
સુરત 

સુરત : ઓલપાડ તાલુકાના ખેડૂતોએ શરૂ કરી ડાંગરની કાપણી, પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

આગામી ચોમાસુ નજીક છે, ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા ખેતરમાં ડાંગરની કાપણી શરૂ કરવામાં આવી છે.

X

આગામી ચોમાસુ નજીક છે, ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા ખેતરમાં ડાંગરની કાપણી શરૂ કરવામાં આવી છે. જહાંગીરપુરા ખાતે આવેલ વિવિધ મંડળીઓમાં પોષણક્ષમ ભાવ મળતો હોવાથી ખેડૂતો દ્વારા આ ડાંગરનો મોટો જથ્થો ઠાલવવામાં આવી રહ્યો છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા ઉનાળુ ડાંગરના પાકની રોપણી કરવામાં આવી હતી. જે ઉનાળુ ડાંગર પાકી જતા હાલ ખેતરોમાં કાપણીની શરૂવાત થઈ ચૂકી છે. સુરત જિલ્લામાં મુખ્યત્વે ડાંગરના પાકનું ઉત્પાદન વધુ કરવામાં આવે છે, જ્યાં ખેતરોમાં ડાંગરની કાપણી શરૂ થતાં મંડળીઓમાં પણ ડાંગરની મોટી આવક જોવા મળી રહી છે. જેના પગલે વહેલી સવારથી જ સુરતના જહાંગીરપુરા સ્થિત મંડળીઓમાં ડાંગર ભરેલ વાહનોની લાંબી કતાર જોવા મળે છે. દર વર્ષે એક અંદાઝ મુજબ મંડળીઓમાં 3.50 લાખ જેટલી ડાંગરની ગુણીઓ ઠાલવવામાં આવે છે. જેની આવક હાલ શરૂ થઈ ચૂકી છે, ત્યારે ઓલપાડ તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો દ્વારા પોતાનો મહામુલો પાક ડાંગરના પોષણક્ષમ ભાવ મળવાની આશાએ મંડળીઓમાં ઠાલવી રહ્યા છે.

Next Story