Connect Gujarat
સુરત 

સુરત: દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મુશ્કેલીમાં,સિંચાઇ માટેનું પાણી ન મળતા ખેડૂતોએ તંત્રને કરી રજૂઆત

દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરના પાકને સમયસર પાણી નહીં મળતા ખેડૂત સમાજ દ્વારા સિંચાઇ વિભાગને રજૂઆત કરવામાં આવી છે

X

દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરના પાકને સમયસર પાણી નહીં મળતા ખેડૂત સમાજ દ્વારા સિંચાઇ વિભાગને રજૂઆત કરવામાં આવી છે

ઓગસ્ટ મહિનાની શરૂઆતથી મેઘરાજા રિસાયા છે. આકાશમાં વાદળો ઘેરાઈ રહ્યા છે, પરંતુ વરસાદ પડતો નથી. વરસાદની ગેરહાજરીને કારણે ખેતીપાક માટે સિંચાઈ વિભાગ દ્વારા અવિરત પાણી છોડવામાં આવી રહ્યું છે, પરંતુ હવે આગામી ૨૨મી ઓગસ્ટ પછી પાણી છોડવાનું બંધ કરવાના મેસેજ મળતાં ખેડૂતો ચિંતિત થઈ ઊઠ્યાં છે. ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાં અંદાજિત ૩૦ હજાર એકર જમીનમાં ડાંગરની વાવણી થઈ છે. હવે ડાંગરને સમયસર પાણી નહીં મળે તો નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે ત્યારે વરસાદ નહીં પડે ત્યાં સુધી નહેર વાટે પાણી છોડવાનું ચાલુ રાખવા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે અધિક્ષક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી છે. ખેડૂત સમાજની રજૂઆતને પગલે સિંચાઈ વિભાગે આગામી ૨૨મી ઓગસ્ટ સુધી વરસાદ નહીં પડે તો પરિસ્થિતિને ધ્યાને લઈ પાણી છોડવા અંગે નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું.

Next Story