પાંડેસરામાં હત્યાના બનાવથી ચકચાર
અજાણ્યા શખ્સોએ બે મિત્રો પર કર્યો હુમલો
જીવલેણ હુમલામાં એક યુવકનું નીપજ્યું મોત
એક યુવક ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ
પોલીસે હત્યાની ઘટના અંગે શરૂ કરી તપાસ
સુરતના પાંડેસરામાં તિરુપતિ એસ્ટેટ નજીક મોડી રાત્રે બે મિત્રો પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો,જેમાં એક યુવકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું,જ્યારે અન્ય એક યુવકને ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
સુરતના પાંડેસરામાં તિરુપતિ એસ્ટેટ નજીક મધ્યરાત્રિ બાદ ભગતસિંહ અને તેનો મિત્ર રાત્રિના સમયે ડ્યુટી પર ગયા હતા.તેઓ સંચા કારખાનામાં મજૂરી કામ કરતા હતા.આ દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. હુમલામાં ભગતસિંહ રાજપૂતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય એક યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી.પોલીસે મૃતક ભગતસિંહની લાશને પોસ્ટમોર્ટમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.