સુરત : સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી પિતાનો લોકઅપમાં ગળે ફાંસો ખાઈને આપઘાત

સુરતમાં વરાછા પોલીસ મથકના લોકઅપમાં અટકાયતમાં રાખવામાં આવેલા 45 વર્ષીય યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી.

New Update
  • વરાછા પોલીસ સ્ટેશનમાં આપઘાતની ઘટના

  • લોકઅપમાં એક આરોપીએ કર્યો આપઘાત

  • નરાધમ પિતાએ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હતું

  • ટોયલેટના સળીયામાં કપડુ બાંધીને ફાંસો ખાધો

  • આરોપીના આપઘાતની ઘટનાથી પોલીસ તંત્રમાં દોડધામ

સુરતમાં વરાછા પોલીસ મથકના લોકઅપમાં અટકાયતમાં રાખવામાં આવેલા 45 વર્ષીય યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી.આપઘાત કરનાર યુવક વિરુદ્ધ તેની સગીર પુત્રી પર દુષ્કર્મ આચરવા બદલ પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી.

સુરતના વરાછાના માતાવાડી વિસ્તારમાં રહેતા 46 વર્ષીય શખ્સ વિરુદ્ધ તેની જ 16 વર્ષની પુત્રી પર છેલ્લા કેટલાક મહિનાઓથી અડપલા અને દુષ્કર્મ કરતો હોવાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. દુષ્કર્મના આરોપીની ધરપકડ સરકારી પંચોની હાજરીમાં જ કરવાનો નિયમ હોવાથી પોલીસે સરકારી પંચોને પોલીસ મથકે તેડાવ્યા હતા.જોકે લોકપના ટોયલેટમાં બારીના સળિયા સાથે કપડુ બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.આરોપીના આપઘાતને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

પોલીસ મથકમાં આપઘાતના પગલે સ્મીમેર હોસ્પિટલમાં ઓન કેમેરા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું.આ સાથે જ એસીપીડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

Read the Next Article

સુરત : સચિન વિસ્તારમાં જ્વેલર્સની લૂંટ વિથ મર્ડરની ઘટનામાં CCTV ફૂટેજ સામે આવ્યા, એક લૂંટારાને લોકોએ ધોઈ નાંખ્યો..!

જ્વેલર્સની લૂંટ વીથ મર્ડરની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે, ત્યારે હાલ તો પોલીસે CCTV ફૂટેજના આધારે લૂંટારુઓનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી

New Update
  • સચિન વિસ્તારમાં રિવોલ્વર સાથે ચાર લૂંટારા ત્રાટક્યા

  • જ્વેલર્સની લૂંટ સહિત મર્ડરની ઘટના બનતાં ચકચાર

  • સમગ્ર ઘટનામાં લૂંટારુઓની હરકતCCTVમાં કેદ થઈ

  • એક લૂંટારો ઝડપાતાં લોકોએ માર મારી અધમૂઓ કર્યો

  • લૂંટ સહિત મર્ડરની ઘટના મામલે પોલીસે તપાસ આદરી

સુરત શહેરના સચિન વિસ્તારમાં જ્વેલર્સની લૂંટ વીથ મર્ડરની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છેત્યારે હાલ તો પોલીસેCCTV ફૂટેજના આધારે લૂંટારુઓનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ વીથ મર્ડરની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે. ગત તા. 7 જુલાઈએ રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં 4 લૂંટારા રિવોલ્વર જેવા હથિયાર સાથે શ્રીનાથજી જ્વેલર્સ શોરૂમમાં લૂંટના ઈરાદે ઘૂસી આવ્યા હતા. દુકાનમાં હાજર આશિષ રાજપરાએ પ્રતિકાર કરતાં એક લૂંટારાએ તેના પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ ગોળીઓ આશિષ રાજપરાને છાતીના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

તેમને તાત્કાલિક સચિન હોસ્પિટલ અને ત્યારબાદ એપલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન આશિષ રાજપરાનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. લૂંટ અને ગોળીબારની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરતા હતા. આ સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.

સીસીટીવી ફૂટેજમાં સૌપ્રથમ એક આરોપી દીવાલ કૂદીને ભાગતો નજરે પડે છેઅને તેની પાછળ અન્ય ત્રણ આરોપીઓ પણ ભાગતા દેખાય છે. આરોપીઓને પકડવા માટે કેટલાક લોકો તેમની પાછળ દોડી રહ્યા હતા તે દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. જોકેએક લૂંટારુને લોકોએ ઝડપી પાડી ઢોર માર મારતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

શહેરના ધમધમતા વિસ્તારમાં લૂંટની ઘટના બનતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓસચિન પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ છેઅને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.