RFOને માથામાં ગોળી વાગવાનો મામલો
મહિલા RFO હાલ સારવાર હેઠળ
તબીબોએ મગજમાંથી ગોળી બહાર કાઢી
મહિલા વનકર્મીની સ્થિતિ અત્યંત ગંભીર
પોલીસે ઘટના અંગે શરૂ કરી તપાસ
સુરતમાં વન વિભાગના અધિકારીને માથામાં ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે. મહિલા અધિકારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે, ગોળી કઈ રીતે અને કયા સંજોગોમાં વાગી તે અંગે રહસ્ય સર્જાયું છે.હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત જિલ્લામાં કામરેજ-જોખા રોડ પર વન વિભાગના અધિકારી RFO સોનલ સોલંકીને ગોળી વાગતા તાત્કાલિક સારવાર માટે પી.પી. સવાણી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મગજમાં બુલેટ વાગતા ઓપરેશન કરીને બુલેટ બહાર કાઢવામાં આવી છે. હાલ RFO સોનલની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
કામરેજ પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા RFO સોનલે તેમની કારમાંથી મળી આવેલા GPS ટ્રેકર મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.RFO સોનલના કૌટુંબિક તકરાર મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે.તેવામાં ફોરેસ્ટ અધિકારીને માથાના ભાગે કઈ રીતે ગોળી વાગી છે તે અંગે રહસ્ય સર્જાયું છે.અને હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.