સુરતમાં કારકિર્દી સાથે જીવન ઘડતરકરતીનવવધૂ
લગ્નની પીઠીનીવિધિ પૂર્ણ કરીને આપી કોલેજની પરીક્ષા
હાથમાં લાગેલી હલદી અને મેહંદી જોઈને જ બધા થઈ ગયા દંગ
ફાઈન આર્ટ્સનાપ્રથમ વર્ષનીશરૂથઈછે પરીક્ષા
યુવતીને પરિવારજનો અને સાસરી પક્ષનોમળ્યો ભરપૂર સહયોગ
સુરતમાં ફાઈન આર્ટસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી તમન્ના ચૌધરીએ પોતાના લગ્ન પહેલા પરીક્ષા આપી હતી.પીઠીનીવિધિ પૂર્ણ કાર્ય બાદ કારકિર્દીના ઘડતર સમાન ફાઇન આર્ટ્સનીપરીક્ષા તેણીએ આપી હતી.
સુરતમાં ફાઈન આર્ટ્સનીવિદ્યાર્થીની તમન્ના ચૌધરીપીઠીની વિધિ પૂર્ણ કરીને પીઠીના જ કપડામાં પરીક્ષા ખંડમાં પહોંચી હતી.તેની હાથમાં લાગેલી હલદી અને મેહંદી જોઈને જ બધા દંગ રહી ગયા.23 વર્ષની તમન્ના માટે લગ્નની સાથે સાથે ફાઇન આર્ટસના પહેલા વર્ષની પરીક્ષા હતી.તમન્ના ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની ડિગ્રી પહેલેથી જ મેળવી ચૂકી છે, પરંતુ ફાઇન આર્ટ્સમાં પણ તેને વિશેષ રસ હોવાથી તેને ફાઇન આર્ટ્સમાં એડમિશન લીધું હતું. લગ્ન અને પરીક્ષા બંને હોવા છતાંતમન્નાએ સંપૂર્ણ રીતે તૈયારીકરી હતી.