સુરત : હજીરા-પલસાણા હાઇવે પર બપોરે ટ્રકના એન્જિનમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

કાર, મોપેડ અને ટેમ્પા-ટ્રકમાં આગ લાગવાની ઘટના અવારનવાર સામે આવી રહી છે. વધુ એક વાહન સળગી ઊઠવાનો બનાવ સુરતના હજીરા હાઇવે પરથી સામે આવ્યો છે.

New Update
સુરત : હજીરા-પલસાણા હાઇવે પર બપોરે ટ્રકના એન્જિનમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

સુરતમાં કાર, મોપેડ અને ટેમ્પા-ટ્રકમાં આગ લાગવાની ઘટના અવારનવાર સામે આવી રહી છે. વધુ એક વાહન સળગી ઊઠવાનો બનાવ સુરતના હજીરા હાઇવે પરથી સામે આવ્યો છે. હજીરા પલસાણા નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહેલા ટ્રેલરમાં અચાનક આગ લાગી ઊઠી હતી. રસ્તા પર ટ્રેલર દોડી રહ્યું હતું ત્યારે અચાનક જ એમાં આગ ભભૂકી ઊઠી હતી. રસ્તા પર પસાર થઈ રહેલા ટ્રેલરના એન્જિનમાં આગ લાગી હોવાની જાણ ડ્રાઇવરને ત્યાંથી પસાર થઈ રહેલાં અન્ય વાહનચાલકે કરી હતી. એને લઇ તાત્કાલિક ડ્રાઈવરે ટ્રેલરને રસ્તા વચ્ચે જ ઊભું રાખી દીધું હતું અને ટ્રેલરમાંથી ઊતરી ગયા હતા. સમયસૂચકતા વાપરી ડ્રાઇવર અને ક્લીનર ઊતરી જતાં બંનેનો આબાદ બચાવ થયો હતો. હજીરા હાઇવે પર ટ્રેલરમાં આગ લાગી ઊઠતાં આ વિસ્તારમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. બીજી તરફ, હજીરા વિસ્તારમાં જુદી જુદી કંપનીઓ આવેલી છે. જે જગ્યાએ આગ લાગી હતી તેની નજીકમાં NTPCની કંપની આવી હતી. ત્યારે આ કંપનીનો ફાયરકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કંપનીની ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. બીજી તરફ ઘટનાને લઇ રસ્તા પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

Latest Stories