સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલો ઉદ્યોગ નગર સીટી ઇન્ડસ્ટ્રીયલ માં કિંગ ઇમ્પેક્સ ફેકટરીમાં અચાનક આગ ફાટી નીકળતા નાસ ભાગ મચી ગઈ હતી ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના આવી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો.
સુરત શહેરના ઉધના ખાતે આવેલ ઉધોગ નગર સીટી ઇન્ડસ્ટ્રીમાં કિંગ ઇમ્પેક્સ ફેકટરીના બંદ ગોડાઉમાં અચાનક જ આગ ફાટી નીકળતા આજુબાજૂની ફેક્ટરીમાં કામ કરી રહેલા કર્મચારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી ઘટનાને લઈને ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક ફાયરની 8 જેટલી ટીમ ઘટના દોડી આવી હતી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો. બીજી બાજુ આગની ઘટનામાં ગોડાઉનમાં રાખેલ યાનનો માલ,સહિત કાપડાનો માલ સમાન બળીને ખાક થઈ ગયો હતો ઘટનામાં કોઈ જાનહાની બની ન હતી હાલ આગ લાગવાનું કારણ અંક બંધ છે