/connect-gujarat/media/post_banners/1bf55f3c5ecd660e0d79f120091eb1dae20283ebfc81abdb14ef8af1d1efb982.jpg)
સુરતમાં દવાખાનેથી પરત આવી રહેલી મહિલા પર ફાયરિંગ થવાના કેસમાં પતિની સંડોવણી બહાર આવી છે. સલાબતપુરા પોલીસે આરોપી પતિને મહારાષ્ટ્રના નાંદેડથી ઝડપી પાડયો છે. સુરતમાં પત્નીએ છૂટાછેડા ના આપતા સીઆરપીએફ જવાને પોતાની પત્ની પર ફાયરિંગ કરાવી હત્યાની કોશિશ કરી હતી. 12મી તારીખે માનદરવાજા ફાયર સ્ટેશનની ગલીમાં સીઆરપીએફ જવાનની પત્ની નંદા વિનોદ મોરે પર 2 શૂટરોએ બાઇક પર આવી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું.
આ કેસમાં સલાબતપુરા પોલીસે રવિન્દ્ર અને નરેન્દ્ર નામના આરોપીની ધરપકડ કરી હતી. તેમની પુછપરછમાં મુખ્ય સુત્રધાર તરીકે ફરિયાદી મહિલાના પતિનું નામ જ બહાર આવ્યું છે. આરોપી રવિન્દ્ર મહિલાના પતિ વિનોદ મોરેનો મિત્ર થાય છે. વિનોદ સીઆરપીએફમાં મહારાષ્ટ્રના નાંદેડ ખાતે ફરજ બજાવે છે. તે પત્નીથી ડિવોર્સ ઇચ્છતો હતો. પરંતુ તે ડિવોર્સ આપતી ન હતી.
આ ઉપરાંત નંદાએ પતિ વિરુદ્ધ કોર્ટમાં ખાધાખોરાકીનો કેસ કર્યો છે અને ડીંડોલી ખાતેનું મકાન પણ બારોબાર વેચી નાંખ્યું હતું. આનો બદલો લેવા વિનોદે પત્નીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. વિનોદે તેના જ ગામમાં રહેતા રવિને સોપારી આપી હતી. આ સાથે પિસ્તોલ અને છ રાઉન્ડ કાર્ટિઝ પણ લાવી આપી હતી. હાલ તો ત્રણેય આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયાં છે.