સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત ડાબા હાથનું ડોનેશન કરવામાં આવ્યું છે.મહારાષ્ટ્ર ધુલિયાના દર્દીને બ્રેઇન હેમરેજ હોવાથી મૃત્યુ નીપજ્યું હતું પરિવારે અંગદાન કરી કેરલના દર્દીને નવુ જીવન આપ્યું છે.
મુળ મહારાષ્ટ્રના ધુલિયા જીલ્લાના સોનગિર ગામના આનંદા ધનગઢ પડી જતા બ્રેઇન હેમરેજ થયું હતું સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા સારવાર દરમિયાન બેઈન ડેડ થતા તબીબોએ એમના પરિવારને અંગદાન વિશે માહિતી આપી હતી.પરિવાર અંગદાન કરવા રાજી થયા હતા.અંગદાતાના ડાબા હાથનુ દાન કરી ગુજરાત સરકારની એર એમ્બ્યુલન્સ દ્વારા ૧૨૦૦ કી.મી દુર સુરતથી કોચી અમ્રિતા હોસ્પિટલમા અંગ પહોચાડવામા આવ્યુ હતું આ અંગદાનના સેવા કાર્યમા સુરત પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરી ડો.નિલેશ કાછડિયા,ડો.રાહુલ અમિન અને ડો.સંજુ દ્વારા હાથને પોક્યોર કરવામા આવ્યા હતા.
સુરત સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક , સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયં સેવકો દ્વારા આ કાર્યને સંપન્ન કરવા આવ્યુ હતું .અગાવ અમદાવાદ સિવિલ હોસ્પિટલમા ત્રણ,સુરત કિરણ હોસ્પિટલ બે અંગદાતાઓના હાથનુ દાન કરવામાં આવ્યું હતું આજ રોજ સુરત સિવિલ દ્વારા પ્રથમ વાર ડાબા હાથનુ અંગદાન થયું છે.