Connect Gujarat
સુરત 

સુરત : તાપી નદીના પાણીમાં ઝેરી કેમિકલ ભેળવીને માછીમારી કરતાં ઇસમો ઝડપાયા…

તાપી નદીના પાણીમાં કેમિકલ નાખીને માછલીઓને મારીને માછલી પકડતા ઇસમો લોકોના હાથે ઝડપાયા હતા

X

સુરત જીલ્લામાં તાપી નદીના પાણીમાં ઝેરી કેમિકલ નાખી માછલીઓ પકડતા ઇસમોને માંડવી ઓવારા પાસેથી ખારવા સમાજના માછીમારો અને નગરસેવકે પકડીને પોલિસના હવાલે કર્યા હતા. ગતરોજ સુરતમાં તાપી નદીના પાણીમાં કેમિકલ નાખીને માછલીઓને મારીને માછલી પકડતા ઇસમો લોકોના હાથે ઝડપાયા હતા. માંડવી ઓવારા નજીક આવેલ ભવાની શંકર મંદિર આગળના ભાગથી ખારવા સમાજના માછીમારો અને નાગરસેવક દ્વારા આ ઇસમોને પકડી પોલીસને સોપવામાં આવ્યા હતા.

નગરસેવકે જણાવ્યુ હતું કે, તાપી નદીમાં કેમિકલ અને અન્ય ઝેરી રસાયણો છોડીને માછીમારી કરવી ગુનાહિત પ્રવુતિ છે. માછીમારી પ્રવુતિ માટે નાના કદના છીદ્રોની જાળનો ઉપયોગ કરવો પણ કાયદાનું ઉલ્લધન છે, ત્યારે આવા કૃત્યોથી ખારવા સમાજના માછીમારો કે, જે માછીમારીથી પોતાનું ગુજરાન ચલાવે છે તેવા પરિવારોને મોટું આર્થિક નુકશાન થાય છે. જેથી નગરસેવક કૃણાલ સેલર અને સમાજના આગેવાનો દ્વારા આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી છે, ત્યારે હવે ટૂંક સમયમાં જ આ મામલે જિલ્લા કલેક્ટર અને મત્સ્યઉદ્યોગ વિભાગમાં પણ રજૂઆત કરવામાં આવશે.

Next Story