વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ કરી છેતરપિંડી
વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી
ઇકો સેલે કૌભાંડનો કર્યો પર્દાફાશ
પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ
6 ડાયમંડ કિં.રૂ.4.05 કરોડ રિકવર કર્યા
સુરતમાંથી વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને દુબઈ અને હોંગકોંગ ડાયમંડના વેપારી હોવાની ઓળખ આપીને રૂપિયા 4.80 કરોડની છેતરપિંડી કરનાર ગેંગના ચાર ભેજાબાજોની પોલીસે ધરપકડ કરી હતી.
સુરતમાં બેસી ટોળકીએ વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરી દુબઈ અને હોંગકોગમાં ડાયમંડના મોટા વેપારી હોવાનું કહી 7 હીરાના વેપારી પાસેથી 4.80 કરોડના હીરા પડાવી લીધા હતા. આ હીરા આરોપીઓએ દુબઈથી ભારત લાવી પાછા તેને વેચાણ માટે વેપારીને આપ્યા હતા. જેમાં સુરતના 3 વેપારીઓને અને 3 હીરા મુંબઈના હીરા વેપારીને વેચાણ માટે આપ્યા હતા. ઈકો સેલ દ્વારા તપાસ કરવામાં આવતા ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે 4.05 કરોડના 6 હીરા કબજે કર્યા હતા.
સુરત ઇકોનોમિક સેલ દ્વારા નિકુંજ આંબલીયા, અનુજ શાહ, ચેતન સાગર અને મિતુલ ગોટીની ધરપકડ કરાઈ છે.આ ટોળકીના સુરતમાં રહેતા 3 સૂત્રધારોમાં લાલો, કાનો અને હરિ વોન્ટેડ છે. વધુમાં ઈકો સેલની તપાસમાં જાણવા મળ્યું હતું કે કરોડોની કિંમતના 7 હીરા પૈકી 6 હીરાની ડિલિવરી દુબઈમાં લીધી છે. દુબઈમાં એક મુસ્લિમ વ્યક્તિ આ હીરાની ડીલીવરી લીધી હતી. જેમાં તેને એક હીરા પર 100 ડોલર મળ્યા હતા. જ્યારે એક હીરો હોંગકોંગમાં ડિલિવરી લીધો છે.પોલીસે હાલ આ છેતરપિંડીની ઘટનામાં વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.