સુરત : ગોડાદરામાં મિત્રોએ જ કરી મિત્રની ઘાતકી હત્યા,પોલીસે બે આરોપીઓને દબોચી લઇ તપાસ શરૂ કરી

સુરતના ગોડાદરામાંથી યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો,જે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા મૃતકના મિત્રોએ જ પૈસાની લેતી દેતીમાં હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું,

New Update
  • પૈસાની લેતી દેતી મામલે એક યુવકની હત્યા

  • મિત્રોએ જ કરી મિત્રની ઘાતકી હત્યા

  • યુવકને મારમારી મોતને ઘાટ ઉતારી દીધો

  • મૃતકની માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

  • પોલીસે બે આરોપીની કરી ધરપકડ 

સુરતના ગોડાદરામાંથી યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો,જે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા મૃતકના મિત્રોએ જ પૈસાની લેતી દેતીમાં હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું,જેના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતના ઉધના વિસ્તારના એક 23 વર્ષીય યુવકની પૈસાની લેતીદેતીના મામલે ઘાતકી હત્યા કરવામાં આવી છે. યુવક ઘરેથી ગુમ થયાના એક દિવસ બાદ ગોડાદરાના એક ખુલ્લા પ્લોટમાંથી તેનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યાના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે અને લાપતા રહેલા મૃતકના મિત્રને પણ ઈજાગ્રસ્ત હાલતમાં શોધી કાઢ્યો છે.

ગોડાદરા પોલીસના જણાવ્યા મુજબમહાકાળીનગર સોસાયટીઉધનામાં રહેતા શોએબ ફિરોઝ શેખ ઉં.વ. 23નો મૃતદેહ રાજહંસ ફેબ્રિઝો માર્કેટની પાછળ ઝાડી-ઝાંખરામાં મળી આવ્યો હતો. મૃતકના શરીર પર ગળામોઢાજમણી આંખછાતીપેટ અને પીઠના ભાગો પર બોથડ પદાર્થ માર્યાના ગંભીર નિશાનો અને ઉઝરડા જોવા મળ્યા હતા.આ ઉપરાંત મૃતક શોએબનો મિત્ર નાઝીમ ઉર્ફે ભાંજા પણ ગુમ હતો,જે પોલીસ તપાસમાં ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. ઘટના સંદર્ભે મૃતક શોએબની માતાએ પોલીસ ફરિયાદ દર્જ કરાવી હતી, અને પોલીસે બે આરોપી જગદીશ કલાલ અને આસીફ શેખની ધરપકડ કરી છે.તેમજ વધુ તપાસ શરૂ કરી છે.

Latest Stories