સુરત : હીરાના કારખાનામાંથી રૂ. 48.86 લાખના હીરાની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ...

આશિષ ડાયમંડ ફેક્ટરી માંથી રૂ. 48.86 લાખની કિંમતના 148 કેરેટ હીરાની ચોરી થવા પામી

New Update

સુરત શહેરના વરાછા રોડ પર આવેલ મોહનનગરમાં સંત આશિષ ડાયમંડ ફેક્ટરીમાંથી રૂ. 48.86 લાખની કિંમતના 148 કેરેટ હીરાની ચોરી થવા પામી હતી. જેમાં વહેલી સવારે એક ઇસમ મોઢે રૂમાલ બાંધી ફેક્ટરીમાં ઘૂસ્યો હતો, અને અન્ય કારીગરોની નજર ચૂકવી બોઇલ કરવા મુકેલ હીરા સિફટાઈપૂર્વક લઈને ફરાર થઇ ગયો હતો...

Advertisment

જોકે, આ ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. જેમાં બીજા દિવસે સવારે કારખાનેદાર પહોચતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. આ ઘટના બાદ કારખાનાના માલિકે પોલીસને જાણ કરતા DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. જોકે, હાલ CCTV ફૂટેજના આધારે ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Advertisment
Latest Stories