સુરત: કાપોદ્રામાં યુવતીના આપઘાતનો મામલો,પ્રેમી અને તેના મિત્રની પોલીસે કરી ધરપકડ

સુરતના કાપોદ્રાની એક યુવતીએ તાપી નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું,આ ઘટનામાં પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી,

New Update
Advertisment
  • સુરત યુવતીના આપઘાતનો મામલો

  • કાપોદ્રાની યુવતીએ તાપી નદીમાં લગાવી હતી મોતની છલાંગ

  • પરિવારજનોએ મૃતદેહ સાથે પોલીસ મથકમાં કરી હતી રજુઆત

  • પોલીસે દુષ્પ્રેરણનો ગુન્હો કર્યો હતો દાખલ

  • પ્રેમી યુવક સહિત બે આરોપીની પોલીસે કરી ધરપકડ  

Advertisment

સુરતના કાપોદ્રાની એક યુવતીએ તાપી નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું,આ ઘટનામાં પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી,અને પોલીસે યુવતીને દુષ્પ્રેરણ કરનાર તેના પ્રેમી સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતના કાપોદ્રામાં એક યુવતી ઘરેથી નીકળી ગયા બાદ તેનો તાપી નદીમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો.અને તેના પરિવારજનો દ્વારા આ ઘટનામાં નક્કર કામગીરી માટેની માંગણી કરવામાં આવી હતી. અને યુવતીનો મૃતદેહ લઈને પરિવારજનો કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યા હતા.અને પોલીસે યુવતીના આપઘાત પાછળ દુષ્પ્રેરણ હોવાનો ગુન્હો દાખલ કર્યો હતો,અને પોલીસે તલસ્પર્શી તપાસ શરૂ કરી હતી,જેમાં યુવતીના પ્રેમી કાના પરમાર પોતે પરિણીત હોવા છતાં યુવતીને ડરાવી ધમકાવીને શારીરિક શોષણ કરતો હતો.આ ઉપરાંત કાના પરમાર અને તેનો મિત્ર રોહિત ધુમાડિયા પણ યુવતીનું શારીરિક શોષણ કરતો હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું.હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

 

Latest Stories