આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાને સુરતની કતારગામ તો મનોજ સોરઠીયાને કરંજ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટીએ કુલ 160 ઉમેદવાર જાહેર કરી દીધા છે, તેમાં આજે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા ક્યાંથી ચૂંટણી લડશે એની જાહેરાત કેજરીવાલે ટ્વીટ કરીને કરી છે. ગોપાલ ઈટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી તેમજ મનોજ સોરઠિયા કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે. આ સિવાય AAPએ ગોપાલ ઇટાલિયા સહિત 4 ધુરંધરોને સુરતમાં ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. જેમાં મનોજ સોરઠીયાને કરંજ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે અલ્પેશ કથીરિયાને વરાછાથી ટિકિટ આપવામાં આવી છે તો ધાર્મિક માલવિયાને ઓલપાડથી ટિકિટ ફાળવવામાં આવી છે.
AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે, 'રાજનીતિમાં યુવાઓની ભાગીદારી જરૂરી છે. મનોજ સોરઠીયા કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે ત્યારે બન્ને નેતાઓએ પોતાની જીતનો દાવો કર્યો હતો