સુરત: સરથાણા વિસ્તારમાંથી રીઢો ગુનેગાર રૂ.5 લાખની કિમતના MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો

સુરત સરથાણા વિસ્તારમાંથી એક રીઢા ગુનેગારને ૫ લાખની કિમતના ૫૦ ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો.

New Update

સુરત સરથાણા વિસ્તારમાંથી એક રીઢા ગુનેગારને ૫ લાખની કિમતના ૫૦ ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરત એસઓજી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે સરથાણા શ્યામધામ મંદિરની પાસે જલારામ ચોક પાસે વોચ ગોઠવી રીઢા આરોપી કેતન ઉર્ફે જાપાન ધીરુભાઈ ઘેલાણીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 5 લાખની કિમતનું ૫૦ ગ્રામ એમડી ડ્રગ્સ અને ૧૦ હજારની કિમતનો એક મોબાઈલ ફોન મળી કુલ ૫.૧૦ લાખની મત્તા કબજે કરી હતી.પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી પોતે કોઈ કામધંધો કરતો ન હોય કમીશનની લાલચમાં ચોરી છુપીથી ડ્રગ્સ લાવી હેરાફેરી કરતો હતો. વધુમાં આરોપી સામે સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને ડ્રગ્સનો જથ્થો આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે બીજી તરફ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને ભૂતકાળમાં તેની સામે કાપોદ્રા, અમરોલી, કામરેજ અને સરથાણા પોલીસ મથક મળી કુલ ૪ ગુના નોંધાયા હતા 

Latest Stories