સુરત : સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા દશામાની અર્ધવીસર્જિત પ્રતિમાઓનું હજીરા ખાતે દરિયામાં કરાયું પુનઃ વિસર્જન

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશને પગલે છેલ્લા 3 વર્ષથી દેવી-દેવતાઓની પ્રતિમાને નદી, તળાવોમાં વિસર્જન પર ચુસ્ત પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા કરવામાં આવે છે,

New Update
સુરત : સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા દશામાની અર્ધવીસર્જિત પ્રતિમાઓનું હજીરા ખાતે દરિયામાં કરાયું પુનઃ વિસર્જન

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશને પગલે છેલ્લા 3 વર્ષથી દેવી-દેવતાઓની પ્રતિમાને નદી, તળાવોમાં વિસર્જન પર ચુસ્ત પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ સુરત પાલિકા કમિશનરે ઓવારાઓને બેરીકેડિંગ કરી સીલ કરવા આદેશ કરતાં ગત વર્ષની જેમ તાપી નદી પરના 32 ઓવારા સીલ કરવામાં આવ્યા હતા. તો સાથે જ લોકોને પણ ઘર આંગણે જ પ્રતિમાઓનું વિસજર્ન કરવા અપીલ કરાઈ હતી.

જોકે, સુરતમાં કેટલાક લોકોમાં જાગૃતતા જોવા મળી હતી. તો કેટલીક જગ્યાએ લોકોએ નહેરમાં વિસજર્ન કર્યું હતું. સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સુર્યવંશીના નેજા હેઠળ સુરતની પુણા, ડીંડોલી, ખરવાસા જેવા વિસ્તારોમાં આવેલ નહેરમાંથી અર્ધવીસર્જિત રઝળતી દેવી દશામાની પ્રતિમાઓને બહાર કાઢી તેમજ રોડ ડિવાઈડર અને ફૂટપાથ પર મુકેલી કુલ 800થી વધુ પ્રતિમાઓનું હજીરા ખાતે દરિયામાં પુનઃ વિસર્જન કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં ઉધના પાંડેસરના સાંસ્કૃતિક રક્ષા સમિતિના 100થી વધુ સ્વયંસેવકોએ પણ સેવા આપી હતી.

Latest Stories