Connect Gujarat
સુરત 

સુરત: આવો ચોર જોયો છે કોઈ દી ! લક્ઝ્યુરિયસ કારમાં ચોરી કરી પોતાના ગામના ગરીબોને કરતો હતો દાન !

છેલ્લાં ૧૦ વર્ષથી જેગુઆર અને ઔડી જેવી કાર લઇ ચોરી કરતો અને વતન બિહારમાં ગરીબોને મદદ કરવાને કારણે રોબિનહુડ તરીકે પંકાયેલો ચોર આખરે પકડાયો ગયો

X

ચોરી કરી ગરીબોને દાન કરતા ઈસમની શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે સુરતમાં અલગ અલગ જગ્યાએ મોંઘી કાર લઈને ચોરી કરતા બે ઇસમોને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.જ્યારે આ આરોપીઓ પાસે થી એક રિવોલ્વર પણ કબ્જે કરી અને એક મોંઘી કાર પણ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે

દીલ્હી,બેંગ્લોર પંજાબ અને બિહારમાં છેલ્લાં ૧૦ વર્ષથી જેગુઆર અને ઔડી જેવી કાર લઇ ચોરી કરતો અને વતન બિહારમાં ગરીબોને મદદ કરવાને કારણે રોબિનહુડ તરીકે પંકાયેલો ચોર ઇરફાન ઉર્ફે ઉજાલેને સુરત ક્રાઇમ બ્રાન્ચે પિસ્ટલ સાથે ઝડપી લીધો હતો. જુલાઇ મહિનામાં તેણે ઉમરા ગામ રઘુવીર સોસાયટીમાંથી ૬.૬૧ લાખની ચોરી કર્યાની કબુલાત કરી હતી. તેની પાસેથી એક પિસ્ટલ પણ પોલીસને મળી હતી

ગત ૨૭મીએ ઉમરા ગામ રઘુવીર સોસાયટીમાં દાગીના, ચાંદીના વાંસણો, રોકડ અને મોંઘા બુટ સહિતની ચોરી થઇ હતી. હીરાના લેસર મશીનના વ્યવસાય સાથે સંકળાયેલાં વેપારીએ સીસીટીવી ચેક કરતાં આખો મામલો બહાર આવ્યો હતો તેના આધારે પોલીસે તપાસ કરી હતી. લીંબાયતના મદનપુરા વિસ્તારમાં આ કાર દેખાઇ આવતાં પોલીસે કાર સાથે બિહારના સીતામઢી જિલ્લાનાં જોગીયા ગામનાં ઇરફાન ઉર્ફે ઉજાલે અખ્તર શેખ તથા બિહારના જ વતની અને હાલ હૈદરાબાદમાં રહેતાં મુજમ્મીલ ગુલામરસુલ શેખને ઝડપી લીધા હતા.

તેમની પાસેથી એક કાર ઉપરાંત ચોરી કરેલાં ૨.૦૧ લાખની કિંમતનાં દાગીના તથા એક પિસ્ટલ અને એક કાર્ટિજ સાથે ઝડપી લીધો હતો.૨૦૧૭માં ઇરફાન દીલ્હી પોલીસને હાથે ઝડપાયો હતો ત્યારે તેના કારનામાની ખબર પડી હતી. મોંઘા શોખ અને અનેક ગર્લફ્રેન્ડ રાખતાં આ ચોરે ગામમાં છોકરીઓનાં લગ્નો, આરોગ્ય કેમ્પ, ગામના રસ્તા રિપેર સહિતના અનેક સારો કાર્યોમાં આર્થિક મદદ કરી હોઇ તે ત્યાં રોબિનહુડ તરીકે પંકાયો હતો.

Next Story