સુરત: અસંવેદનશીલતાની પરાકાષ્ઠા અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં જોવા મળી,મૃતકના પરિવારજનોને થયો કડવો અનુભવ

સુરતમાં કોઈનું મૃત્યુ થાય તો દિવાળીના દિવસે મૃત્યુ ન થાય તેનું ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.કારણ કે સુરત શહેરના અશ્વિની કુમાર સ્મશાન ગૃહના કર્મચારીઓ કહી રહ્યા છે

New Update

સુરતમાં દિવાળીમાં સ્મશાન ગૃહના કર્મચારીની આડોડાઈ, મૃતકનાં સ્વજનો સાથે કર્યું ઉદ્ધતાઈ ભર્યું વલણ 

સુરતમાં કોઈનું મૃત્યુ થાય તો દિવાળીના દિવસે મૃત્યુ ન થાય તેનું ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.કારણ કે સુરત શહેરના અશ્વિની કુમાર સ્મશાન ગૃહના કર્મચારીઓ કહી રહ્યા છે કે જ્યારે દિવાળી પર ઘરે મહેમાનો આવી રહ્યા છે,ત્યારે તમે મૃતદેહ લઈને આવી રહ્યા છો.આ ઉદ્ધતાઈ ભર્યા વર્તનના કારણે મૃતકના પરિવારજનોને સ્મશાન ગૃહનો કડવો અનુભવ થયો હતો.
દિવાળીમાં મૃતદેહ લઈને આવેલા પરિવારજનોને મૃતદેહ અગ્નિસંસ્કાર માટે લાવવાનું નહીં કહેવામાં આવ્યું હતું,કારણ કે દિવાળીના દિવસે અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાન ગૃહમાં કર્મચારીઓ નહોતા.માનવતા નેવે મૂકી સ્મશાનના કર્મચારીઓ મૃતકના પરિવારજનો સાથે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન પણ કર્યું હતું. મૃતદેહના અંતિમ સંસ્કાર માટે પરિવારજનોએ કલાકો રાહ જોવી પડી હતી.
સુરત શહેરના પુણાગામ વિસ્તાર ખાતે રહેતી મીના રાઠોડનું મૃત્યુ નીપજતા તેમને દિવાળીના દિવસે પરિવારના સભ્યો અંતિમ સંસ્કાર માટે અશ્વિનીકુમાર સ્મશાન ગૃહ લઈને આવ્યા હતા,પરંતુ ત્યાં વૃદ્ધ કર્મચારીએ કહ્યું હતું કે જ્યારે લોકોના ઘરે મહેમાન આવે છે ત્યારે તમે અહીંયા મૃતદેહ લઈને આવ્યા છો અહીં કર્મચારી નથી.અને આ અંગેનો એક વિડીયો પણ વાયરલ થયો હતો.
મૃતકનાં સ્વજનોને સ્મશાન ગૃહના કર્મચારીનો ખુબ જ કડવો અનુભવ થયો હતો,અને વારંવારની આજીજી બાદ પણ કર્મચારી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતો રહ્યો હોવાનું મૃતકના સ્વજનોએ જણાવ્યું હતું.
#Gujarat #CGNews #Deadbody #Surat #employee #crematorium #smashan
Here are a few more articles:
Read the Next Article