સુરત : "સૂર્યદેહા કા સુરત ઔર સુરત કે હિરે" નામના હિન્દી પુસ્તકનું વિમોચન કરાયું

મેયર હેમાલી બોઘાવાલાના વરદ હસ્તે કરાયું વિમોચન, પુસ્તકમાં વર્ષોથી વણાયેલી વાતોનું ઝીણવટભર્યું વર્ણન

સુરત : "સૂર્યદેહા કા સુરત ઔર સુરત કે હિરે" નામના હિન્દી પુસ્તકનું વિમોચન કરાયું
New Update

ભારત દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત સુરતના ઈતિહાસ, સંસ્કૃતિ, વિશેષતા અને જોવાલાયક સ્થળોની વિગત તથા ફોટોગ્રાફસનો સમાવેશ કરતું, સાંસ્કૃતિક સ્ત્રોત અને તાલીમ કેન્દ્ર, નવી દિલ્હી દ્વારા પ્રકાશિત "સૂર્યદેહા કા સુરત ઔર સુરત કે હિરે" નામના હિન્દી પુસ્તકનું સુરત મહાનગરપાલિકા ખાતે મેયર હેમાલી બોઘાવાલાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પુસ્તકમાં સુરતની વર્ષોથી વણાયેલી વિવિધ વાતોનું ઝીણવટભરી રીતે વર્ણન કરવામાં આવ્યું છે, ત્યારે હવે ટૂંક સમયમાં સુરતની લાબ્રેરીઓમાં આ પુસ્તક ઉપલબ્ધ કરવામાં આવશે. શહેરમાં યુપી, બિહાર, બંગાળ, સિંધી, આસામ અને સાઉથના રાજ્યો સમેત દેશભરના વિવિધ રાજ્યોમાંથી આવીને લોકો વસ્યા છે. જેથી સૌલોકો સુરતને જાણી શકે, માણી શકે અને સમજી શકે તે માટે આ પુસ્તકને હિન્દીમાં લોન્ચ કરાયું છે.

#release #Hindi book #Azadika Amrut Mahotsav #Dilhi #Connect Gujarat #library #Gujarat #Suryadeha Ka Surat Aur Surat Ke Hire #Surat
Here are a few more articles:
Read the Next Article