Connect Gujarat
સુરત 

સુરત : ગૃહ વિભાગે હોમગાર્ડની ખાલી જગ્યાઓ ભરવા આપી મંજુરી, ફોર્મનું વિતરણ શરૂ...

રાજ્યના ગૃહ વિભાગે વિવિધ જિલ્લાના અને મહાનગરોના પોલીસ તંત્રમાં હોમગાર્ડની જગ્યાઓ ભરવા મંજુરી આપી દીધી છે

X

રાજ્યના ગૃહ વિભાગે વિવિધ જિલ્લા અને મહાનગરોના પોલીસ તંત્રમાં હોમગાર્ડની ખાલી જગ્યાઓ ભરવા મંજુરી આપી દીધી છે, ત્યારે જીલ્લા અને કમિશનરેટ વાઈઝ જગ્યાઓ સાથે ભરતી માટેના ઉમેદવારી ફોર્મ પણ બહાર પાડ્યા હતા. પરંતુ લાંબા સમય બાદ જાહેર થનારી હોમગાર્ડની ભરતી માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અને વય મર્યાદા 18થી 50 વર્ષ સુધીની રાખવામાં આવી છે.

રાજ્યના ગૃહ વિભાગે વિવિધ જિલ્લાના અને મહાનગરોના પોલીસ તંત્રમાં હોમગાર્ડની જગ્યાઓ ભરવા મંજુરી આપી દીધી છે, ત્યારે સુરત ગ્રામ્ય દ્વારા શુક્ર અને શનિ એમ 2 દિવસ સવારે 11થી બપોરે 3 કલાક દરમ્યાન ભરતી કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. જોકે, પ્રથમ દિવસે જ સિટી વિભાગમાં 900 જગ્યા સામે 600 ફોર્મ, જ્યારે રૂરલ વિભાગમાં 180 જગ્યા સામે 160 ફોર્મ વહેંચાઈ ગયા હતા, ત્યારે કુલ 760 ફોર્મ લેનારાઓમાંથી 120 ગ્રેજ્યુએટ ઉમેદવારો હતા, જ્યારે બાકીના ધોરણ 10થી 12 પાસ હતા. આ કામગીરી શનિવારે પણ યથાવત રાખવામાં આવી હતી. તા. 26થી 28 ઓક્ટોબર સુધીમાં સવારે 11થી 3 વાગ્યા દરમ્યાન ફોર્મ જમા કરાવી દેવાના રહેશે, ત્યારે જે ઉમેદવારોની ઉંમર 18થી 50 વર્ષ સુધીની હશે તે ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે તેવું જણાવાયું છે.

Next Story