-
મહાકુંભની યાત્રા માટે વોલ્વો બસની સુવિધા
-
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બસને પ્રસ્થાન કરાવ્યું
-
ઢોલ નગારાના તાલે મુસાફરોનું કરાયું સ્વાગત
-
યાત્રાળુઓએ સરકારનો માન્યો આભાર
-
સરકારે શરૂ કરેલી બસ સેવાને બિરદાવતા યાત્રીઓ
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભની યાત્રા અર્થે શ્રદ્ધાળુઓ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા GSRTCની વોલ્વો બસની સુવિધા શરૂ કરવામાં આવી છે,અમદાવાદ બાદ આજરોજ સુરતથી યાત્રાળુઓ સાથે બસને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રયાગરાજ કુંભમેળાની યાત્રાએ જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે GSRTCની વોલ્વો બસની સુવિધા શરૂ કરવામાં આવી છે.અગાઉ અમદાવાદથી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,જ્યારે આજરોજ રાજ્યના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરતથી વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે યાત્રાળુઓ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો,અને મહાકુંભની યાત્રામાં જવાની આશા ગુમાવી દીધા બાદ રાજ્ય સરકારે શરૂ કરેલી બસ સેવાને યાત્રાળુઓએ બિરદાવી હતી.આ પ્રસંગે ગૃમંત્રી હર્ષ સંઘવીએ યાત્રાળુઓ સાથે વાતચીત કરીને સૌને શુભેચ્છા પાઠવી હતી.મહાકુંભ માટે બસને પ્રસ્થાન સમયે ઢોલ નગારાના તાલે બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.આ ક્ષણે યાત્રાળુઓએ ગરબા રમીને ખુશી વ્યક્ત કરી હતી. વધુમાં આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ધારાસભ્ય અને મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.