સુરતનો યુવક મહાકુંભમાં અસ્થાની ડૂબકી લગાવતા થયો ગુમ,14 દિવસથી કોઈ ભાળ ન મળતા પરિવારે અંતિમ વિધિ પતાવી
સુરતના કતારગામમાં રહેતો કમલેશ વઘાસિયા નામનો યુવક છેલ્લા ઘણા દિવસથી મહાકુંભ મેળામાંથી ગુમ છે. 12મી ફેબ્રુઆરીના દિવસે તે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા પહોંચ્યો ત્યારે તે નદીમાં તણાઈ ગયો હતો