સુરત : ક્ષેત્રપાળ હનુમાન મંદિરે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દર્શન કર્યા, તહેવારોની લાગણીને લઈને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી

હનુમાન જયંતિની ઉજવણી દેશ ભરમાં ઉજવામાં આવી રહી છે સુરત હનુમાન જયંતીને લઈ હર્ષ સંઘવી ક્ષેત્રપાલ હનુમાનજી મંદિર દર્શન કરવા પહોંચ્યા હતા.

New Update
સુરત : ક્ષેત્રપાળ હનુમાન મંદિરે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દર્શન કર્યા, તહેવારોની લાગણીને લઈને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી

આજે હનુમાન જયંતિની ઉજવણી દેશ ભરમાં ઉજવામાં આવી રહી છે સુરત હનુમાન જયંતીને લઈ હર્ષ સંઘવી ક્ષેત્રપાલ હનુમાનજી મંદિર દર્શન કરવા પહોંચ્યા હતા. સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હનુમાન જ્યંતીની ગુજરાતના લોકોને શુભકામનાઓ પાઠવી હતી .

આજે શનિવાર અને હનુમાન જયંતિનો વિશેષ યોગ હોવાથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શહેરના ક્ષેત્રપાળ હનુમાન મંદિર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દર્શન કરવા પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ ખંભાત ખાતે ચલાવવામાં આવેલ બુલડોઝર મામલે નિવેદન આપ્યું હતું સાથે જ જણાવ્યુ હતું કે હનુમાનજીના આશીર્વાદ માત્ર ગુજરાતમાં જ નહીં વિશ્વ ઉપર બની રહે અને ગુજરાતમાં કોઈ બનાવ ન બને તે માટે તેઓ સતર્ક છે. તમામ તહેવાર લાગણીસભર અને સંવેદના પૂર્વક ઉજવાય અને કોઈ પણ તહેવારોમાં કોઈ પણ ધર્મ વિરુધ્ધ વ્યવસ્થા તોડવાનો પ્રયાસ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી કાયદાનું પાલન કરવા અપીલ કરી હતી.

Latest Stories