New Update
સુરત ઇચ્છાપોર પોલીસ મથકે ગુજરાતનું ગૌરવ વધાર્યું
દેશના શ્રેષ્ઠ પોલીસ મથકનો મળ્યો એવોર્ડ
ઓડિશામાં યોજાઈ હતી ડીજીપી કોન્ફરન્સ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પીઆઈએ એવોર્ડ સ્વીકાર્યો
પીઆઇએ વડીલોના આશીર્વાદ મેળવ્યો
સુરત શહેરના ઇચ્છાપોર પોલીસ મથકને "દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન"નો ખિતાબ મેળવ્યો હતો.આ એવોર્ડ ઓડિશામાં યોજાયેલી ત્રણ દિવસીય ડીજીપી કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇચ્છાપોર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલને એનાયત કરવામાં આવ્યો હતો.જે એવોર્ડ લઈ આજે પીઆઇ સુરત પહોંચતા પ્રથમ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા.
સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશને સુરતને ગર્વ અપાવ્યું હતું.બેસ્ટ એવોર્ડ પોતાના નામે કરી સુરતના અને ગુજરાતના માનમાં વધારો કર્યો હતો. દર વર્ષે ડીજીપી કોન્ફરન્સમાં દેશના શ્રેષ્ઠ 10 પોલીસ સ્ટેશનોને પસંદ કરવામાં આવે છે. આ માટે અનેક માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં કેસ ડિટેકશન, પ્રિવેન્શન, લોકસેવાઓ, કાયદા અને વ્યવસ્થાનું પાલન, પબ્લિક સાથેના સંબંધો અને બાકી કેસોની સંખ્યા જેવી બાબતોનો વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. એજન્સીઓ પોતાના સર્વે દ્વારા સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને પોલીસની કામગીરી અંગે ફીડબેક લે છે.
આ સમગ્ર પ્રક્રિયામાં ઇચ્છાપોર પોલીસ મથકે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતા.ખાસ કરીને ટ્રક ચોરીના કેસમાં ઝડપી ડિટેકશન અને પ્રોહિબિશનના ક્વોલિટી કેસ કરીને મથકે દેશના અન્ય પોલીસ મથકો પર અવ્વલ સ્થાન મેળવ્યું હતું.ઇચ્છાપોર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલે 2023 થી આ મથકનો ચાર્જ સંભાળ્યો છે. તેમના નેતૃત્વ હેઠળ મથકે અનેક નોંધપાત્ર સફળતાઓ મેળવી છે. તેઓએ જણાવ્યું કે, 17 નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને ટાર્ગેટ કરતા ટ્રક ચોરીના કેસમાં તીવ્ર પગલા લઈને ચોરીના કેસોને લગભગ બંધ કરી દીધા. ભૂતકાળના અને હાલના ક્રિમિનલ કેસોના તટસ્થ નિરાકરણ માટે કાર્ય કર્યું હતું. પ્રોહીબીશન કાયદા હેઠળ કેટલીક યાદગાર કાર્યવાહી કરી હતી.
આ એવોર્ડ ગુજરાત માટે એક ગૌરવની વાત છે. જ્યારે અનેક લોકો કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પ્રશ્નો ઉઠાવે છે ત્યારે ઇચ્છાપોર પોલીસ મથકે દેખાડ્યું છે કે શ્રેષ્ઠતા હાંસલ કરવી શક્ય છે.ઇચ્છાપોર પોલીસ મથકનો આ પ્રદર્શિત શ્રેષ્ઠ દેખાવ અન્ય પોલીસ મથકો માટે પ્રેરણાસ્ત્રોત બની શકે છે. આ એવોર્ડ માત્ર મથક માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ છે.અને દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે એવોર્ડ સ્વીકારી ગુજરાત અને સુરત નું નામ રોશન કર્યું હતું. ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના પી આઈ પણ જ્યારે આ એવોર્ડ લઈ ને સુરત આવ્યા ત્યારે સૌ પ્રથમ વૃદ્ધાશ્રમ માં જઈ વડીલોના આશીર્વાદ મેળવી પછી જ પોતાનું કામ શરૂ કર્યું હતું.