Connect Gujarat
સુરત 

સુરત : PM મોદી દ્વારા આઈકોનીક વિકનો પ્રારંભ, અનેક સરકારની યોજનાનું લોકાર્પણ કરાયું

સવારે દસ કલાકે તેની શરૂઆત કરવામાં આવી હતી. આ અવસરે પ્રધાનમંત્રીએ પાંચ સિક્કા ચલણમાં મૂકયા હતા.

X

સુરત શહેરના સરસાણાના કન્વેન્સન સેન્ટરના પ્લેટીનમ હોલમાં આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવના આઈકોનીક વિકના પ્રારંભ નિમિત્તે પ્રધાનમંત્રી દ્વારા પ્રાસંગિક પ્રવચન અને ડીજીટલ સ્ક્રિનિંગ નિહાળવામાં આવ્યું હતું.

આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ નિમિત્તે આવકવેરા વિભાગે સોમવારથી આઇકોનિક વીકનો પ્રારંભ કર્યો છે. જે 6 જુન થી 12 મી જુન સુધી ચાલશે. આ નિમિત્તે પ્રધાનમંત્રી દ્વારા પ્રાસંગિક પ્રવચન અને ડીજીટલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. આ કાયર્ક્રમ સુરત શહેરના સરસાણાના કન્વેન્સન સેન્ટરના પ્લેટીનમ હોલમાં રાખવામાં આવ્યો હતો. સવારે દસ કલાકે તેની શરૂઆત કરવામાં આવી હતી. આ અવસરે પ્રધાનમંત્રીએ પાંચ સિક્કા ચલણમાં મૂકયા હતા.

ઉપરાંત જન સમર્થ પોર્ટલની પણ શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત ઇનકમ ટેક્સ મુખ્ય આયકર પ્રધાન રવિન્દ્ર કુમારે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું છે. જે ભારત સરકારની વીત્તીય સેવાઓ જન જન સુધી પહોંચાડવામા મદદરૂપ થશે.

Next Story