સુરત: પાંડેસરામાં સબસીડીયુકત નીમ કોટેડ યુરિયા ખાતરનો ગેરકાયદેસર વેપલો ઝડપાયો,પોલીસે ગુનો દાખલ કર્યો

પાંડેસરા વિસ્તારમાં આવેલ જય અંબે સોસાયટીમાં ખેતી નિયામક વિભાગ અને પાંડેસરા પોલીસે દરોડા પાડી સબસીડાઈઝ યુરિયા ખાતરની 56 બેગ ઝડપી પાડી છે

New Update
સુરત: પાંડેસરામાં સબસીડીયુકત નીમ કોટેડ યુરિયા ખાતરનો ગેરકાયદેસર વેપલો ઝડપાયો,પોલીસે ગુનો દાખલ કર્યો

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ જય અંબે સોસાયટીમાં ખેતી નિયામક વિભાગ અને પાંડેસરા પોલીસે દરોડા પાડી સબસીડાઈઝ યુરિયા ખાતરની 56 બેગ ઝડપી પાડી છે

સુરત સંયુકત ખેતી નિયામક વિભાગે પાંડેસરા વિસ્તારની સોસાયટીના મકાન ખાતે એક ટ્રકમાંથી શંકાસ્પદ યુરિયાની થેલીઓ ખાલી થઈ રહી હોવાની બાતમી મળી હતી. જેથી નાયબ ખેતી નિયામકની ટીમે પાંડેસરા પોલીસને સાથે રાખીને બમરોલી વિસ્તારની જય અંબે સોસાયટીમાં દરોડા પડ્યા હતા.તપાસ દરમિયાન સબસીડીયુકત નીમ કોટેડ યુરિયાની 56 નંગ બેગ મળી આવી હતી. આ સબસીડીવાળા રસાયણીક ખાતર નીમ કોટેડ યુરીયા ખેતીના બદલે અન્ય ઔદ્યોગીક વપરાશના હેતુસર પોતાના તાબામાં રાખ્યુ હતું.મકાનના પાછળના જ ભાગે રહેતા સત્યન્દ્રસિંહ રાજેશસિંહ અને તેની પત્ની પ્રિયંકા સાથે ભાડેથી રહેતો હતો જ્યારે આગળનો રૂમ મહિલા અગાઉ જ ભાડેથી રાખ્યો હોત અને તેમાં સર્ચ કરતા યુરિયા ખાતરની 50 કિલોગ્રામ ની 56 બેગ મળી આવી હતી.આ અરસામાં પાંડેસરા જીઆઇડીસીની મિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો સત્યન્દ્રસિંહ પણ ઘરે આવતા પોલીસ સમક્ષ યુરીયા ખાતર ભરેલી બેગ મુકુંદ મિશ્રા પાસેથી રૂપિયા 48 પ્રતિ કિલોગ્રામના ભાવે ખરીદી હોવાની અને પોતે 50 ભાવે ખેડૂતોને વેચાણ કરતો હોવાની કબુલાત કરી હતી. જો કે પોલીસ અને ખેતી નિયામક અધિકારીઓને વાત ગળે ઉતરી ન હતી જેથી યુરિયા ખાતરની 56 બેગ કબજે લઈ સતેન્દ્રસિંહની અટકાયત કરી કરી પૂછપરછ શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે આ સબસીડીવાળું યુરિયા ખાતરનો ઇન્ડસ્ટ્રીયલમાં ઉપયોગ થઈ રહ્યો હશે. પોલીસે ખેતી નિયામક અધિકારીની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories