Connect Gujarat
સુરત 

સુરત : AIMIMના સુપ્રીમો ઓવૈસીની સભામાં કાળા વાવટા સાથે મુસ્લિમ યુવકોએ લગાવ્યા 'પરત જાવ'ના નારા...

159 પૂર્વ વિધાનસભા બેઠકની રૂદરપુરા ખાડી વિસ્તારમાં AIMIMના સુપ્રીમો અસુદ્દીન ઓવૈસીની સભામાં મુસ્લિમ યુવકોએ “પરત જાવ”ના નારા સાથે ઓવૈસીનો વિરોધ કર્યો હતો.

X

સુરતની 159 પૂર્વ વિધાનસભા બેઠકની રૂદરપુરા ખાડી વિસ્તારમાં AIMIMના સુપ્રીમો અસુદ્દીન ઓવૈસીની સભામાં મુસ્લિમ યુવકોએ "પરત જાવ"ના નારા સાથે ઓવૈસીનો વિરોધ કર્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ હવે બરાબર જામી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ અને આપની સાથે સાથે અન્ય રાજકીય પક્ષોએ પણ પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે, ત્યારે સુરતની 159 પૂર્વ વિધાનસભા બેઠકની રૂદરપુરા ખાડી વિસ્તારમાં AIMIMના સુપ્રીમો અસુદ્દીન ઓવૈસીની સભા યોજાય હતી, જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો એકત્રિત થયા હતા. જોકે, આ વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ મુસ્લિમ મતદાન હોવાના કારણે ઓવૈસીની નજર આ બેઠક ઉપર છે, ત્યાં જ ઔવેસીનો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ બેઠક પર AIMIM પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો છે. આ બેઠક ઉપર જો મુસ્લિમ કાર્ડ ચાલી જાય, તો તેમને સફળતા મળે તેવી પણ શક્યતા છે. પરંતુ આશ્ચર્યજનક રીતે તેમની AIMIMના સુપ્રીમો ઓવૈસીની સભામાં ભારે હોબાળો મચ્યો હતો. મુસ્લિમ યુવકોએ "પરત જાવ"ના નારા લગાવીને ઓવૈસીનો વિરોધ કર્યો હતો

Next Story