સુરત : નિરાધાર બાળકોના મુખે ખુશી રેલાવવાનો પ્રયાસ, શાંતિદેવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરબાનું કરાયું આયોજન

સુરત શહેરમાં શાંતિદેવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર બાળકો માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું,અને બાળકોમાં ચહેરા પર આનંદની સુવાસ પ્રસરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

New Update

સુરતમાં નિરાધાર બાળકો માટે ગરબા યોજાયા 

શાંતિદેવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું આયોજન 

પોલીસ કમિશનરની વિશેષ ઉપસ્થિત

બાળકો ગરબાના તાલે ઝૂમ્યા 

અનાથ બાળકોના મુખે આનંદની સુવાસ પ્રસરી 

સુરત શહેરમાં શાંતિદેવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર બાળકો માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું,અને બાળકોમાં ચહેરા પર આનંદની સુવાસ પ્રસરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

સુરત શહેરમાં અનાથ બાળકો માટે અનોખી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતિદેવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પુણા વિસ્તારમાં આવેલા મહેશ્વરી ભવન ખાતે અનાથ બાળકો માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અનાથ બાળકો ગરબે ઝૂમ્યાં હતા. આ નવરાત્રીમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે,શાંતિદેવી ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલકોએ અનાથ બાળકો માટે અનોખી નવરાત્રીનું આયોજન કર્યું છે. નાના બાળકોને ગરબા રમવા ખૂબ જ ગમે છે. માતાજીના આશીર્વાદ તમામ બાળકો પર બની રહે તેવી પ્રાર્થના તેઓએ કરી હતી. 
Latest Stories