સુરત : ડિંડોલીમાં મર્ડરના આરોપીની જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યાથી ચકચાર

સુરતના ડિંડોલી વિસ્તારના ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકના મર્ડર કેસના આરોપી ગણેશ વાઘની અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી..

New Update
  • ડિંડોલી વિસ્તારમાં બન્યો હત્યાનો બનાવ

  • ગણેશ વાઘની કરાઈ હત્યા

  • ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો ગણેશ વાઘ

  • અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા

  • પોલીસ તપાસ દ્વારા શરૂ કરાઇ તપાસ

સુરતના ડિંડોલી વિસ્તારના જગદંબા નગર સોસાયટીમાં 8 ફેબ્રુઆરીની રાતે હત્યાની ઘટના સામે આવી છે. ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકના મર્ડર કેસના આરોપી ગણેશ વાઘની અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે.

સુરતના ડિંડોલી વિસ્તારના જગદંબા નગર સોસાયટીમાં મૃતક ગણેશ વાઘ તેના મિત્રો સાથે બેઠો હતો. આ સમયે હુમલાખોરોએ તેનો ઘેરાવો કરીને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ગણેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે દોડી આવી હતી,અને ગણેશ વાઘના મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. 

જાણવા મળ્યા મુજબ ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકની હત્યા થઈ હતી.આ કેસમાં પ્રાથમિક આરોપીઓમાં ગણેશ વાઘનું પણ નામ હતું. લોકોનું માનવું છે કેદેવાની હત્યાથી રોષે ભરાયેલા તેના લોકો દ્વારા જૂની અદાવતની રીસ રાખીને ગણેશની હત્યા કરવામાં આવી હોઈ શકે. જો કેપોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories