New Update
સુરતમાં ઠેર ઠેર પ્રી નવરાત્રી મહોત્સવનું આયોજન
ખેલૈયાઓ મનમુકીને ગરબે ઘૂમ્યા
ડ્રગ્સ અંગેની જાગૃતિ માટે કરાયો પ્રયાસ
બેનર સાથે ગરબે ઘૂમ્યા ખેલૈયાઓ
ગૌરવ પથ રોડ પર કરાયુ હતું આયોજન
કાપડ નગરી સુરતમાં પ્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલૈયાઓ ડ્રગ્સ અંગેની જનજાગૃતિના બેનરો લઈ ગરબે ઘૂમ્યા હતા
સુરતના ખેલૈયાઓમાં નવરાત્રીને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.હાલ ઠેર ઠેર પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતીઓએ અનોખી રીતે પ્રિ નવરાત્રીની ઉજવણી કરી હતી.ખેલૈયાઓના હાથમાં દાંડિયા નહિ પરંતુ અવેરનેશના બેનરો જોવા મળ્યા હતા.ડ્રગસ અંગે જન જાગૃતિ આવે એ હેતુથી ડ્રગ્સ અવેરનેશના બેનરો લઇને ગરબા રમ્યા હતા.
સુરતના ગૌરવપથ રોડ પર આવેલ એક હોલમાં આ પ્રિ નવરાત્રીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખેલૈયાઓ મનમૂકીને ગરબે રમ્યા હતા અને જનજાગૃતિનો પણ પ્રયાસ કર્યો હતો.