સુરત : જમ્મુ-કાશ્મીર હુમલાના વિરોધમાં કોંગ્રેસે આતંકવાદની “અંતિમયાત્રા” કાઢી, આતંકવાદીના પૂતળાને ફાંસી આપી...

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે સમગ્ર ભારતમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આતંકવાદના વિરોધમાં સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા આતંકવાદની અંતિમયાત્રા યોજાય હતી.

New Update
  • જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયો હતો આતંકી હુમલો

  • આતંકી હુમલામાં 3 ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત

  • આતંકી હુમલાના પગલે સમગ્ર ભારતમાં રોષ જોવા મળ્યો

  • આતંકવાદના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું

  • અંતિમયાત્રા યોજી આતંકવાદીના પૂતળાને ફાંસી આપી વિરોધ

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે સમગ્ર ભારતમાં રોષ જોવા મળી રહ્યો છેત્યારે આતંકવાદના વિરોધમાં સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા આતંકવાદની અંતિમયાત્રા યોજાય હતી.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગત તા. 22મી એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા. આતંકી હુમલાના પગલે સમગ્ર ભારતમાં રોષ જોવા મળી રહ્યો છેત્યારે આતંકવાદના વિરોધમાં સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા આતંકવાદની અંતિમયાત્રા યોજાય હતી. આ સાથે જ જાહેર ચોકમાં આતંકવાદીના પૂતળાને ફાંસી આપવામાં આવી હતી. તો બીજી તરફભાજપની સાથે હવે કોંગ્રેસ પણ પાકિસ્તાન સામે લડાઈ લડવાના સમર્થનમાં આગળ આવી છેજ્યાં આતંકવાદ વિરોધી નારેબાજી સાથે નીકળેલી આતંકવાદની અંતિમયાત્રામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

Latest Stories