Connect Gujarat
સુરત 

સુરત: ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં જ 24 કલાકમાં હત્યાના 3 બનાવથી ખળભળાટ,પોલીસ કાફલો થયો દોડતો

સુરતમાં 24 કલાકમાં જ ત્રણ હત્યાના બનાવ બન્યા છે.જેમાં બે બનાવ ડીંડોલી વિસ્તારમાં તો એક બનાવ લીંબાયત વિસ્તારમાં બન્યો છે.

X

સુરતમાં 24 કલાકમાં જ ત્રણ હત્યાના બનાવ બન્યા છે.જેમાં બે બનાવ ડીંડોલી વિસ્તારમાં તો એક બનાવ લીંબાયત વિસ્તારમાં બન્યો છે. લિંબાયતમાં બનેલા હત્યાના આ બનાવમાં જુના ઝઘડાની અદાવતમાં બે સંતાન ની નજરે જ પિતાની હત્યા કરાય છે શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3 હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે

સુરતમાં ગુનેગારોને પોલીસનો ખોફ ન હોય એક બાદ એક 24 કલાકમાં 3 હત્યાના બનાવ બન્યા છે શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ ભેસ્તાન આવાસ ખાતે ફિરોજ નામના ઇસમની ચપ્પુના ઘા ઝીંકી રાતે કરપીણ હત્યા કરી દેવામાં આવી છે.ઘટનાની જાણ ડીંડોલી પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હત્યામાં ભોગ બનનાર ફિરોજ અને ઇમરાન નામના ઈસમ વચ્ચે જૂની અદાવતને લઈ સમાધાન કરવા માટે ભેસ્તાન આવાસ ખાતે ભેગા થયા હતા. બંને વચ્ચે બોલા ચાલી થતાં ફિરોઝ નામના ઇસમની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી બનાવની જાણ ડીંડોલી પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

બીજો બનાવ ડીંડોલી વિસ્તારમાં જ ગતરોજ સામાન્ય બાબતમાં બોલાચાલ થતા મિત્ર એ જ મિત્રની હત્યા કરી નાખી હતી. ડીંડોલી નંદનવન ટાઉનશિપ ની બાજુમાં જ આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં કેટલાક યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા અને બોલ ગ્રાઉન્ડની બહાર જાળીમાં જતા લેવા જનાર યુવકને લોહીથી લથપથ હાલતમાં યુવાનને જોતા જ બુમાબુમ કરવાની સાથે પોલીસને જાણ કરી હતી. ડીંડોલી પોલીસ ઘટના સ્થળે જઈ તપાસ કરતા મૃતક યુવાન મહેન્દ્ર રમેશ રાઠોડ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરતા મોદી સ્ટેટ નવાગામ ડીંડોલી ખાતે રહેતો આરોપી આકાશ પટેલ તથા મૃતક મહેન્દ્ર રાઠોડ બંને મિત્ર હતા.આરોપી આકાશ અને મૃતક મહેન્દ્ર વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આક્રોશમાં આવેલા આરોપી આકાશે મહેન્દ્ર પર એકાએક ચાકુના ઝીંકી હત્યા કરી નાખી હતી. આરોપી આકાશ મહિના અગાઉ જ લિંબાયત વિસ્તારના ફૂટપાથ પર સુતેલા શ્રમજીવીના ખિસ્સામાંથી 70 રૂપિયા ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શ્રમજીવી જાગી જતા તેના માથાનામાં પથ્થર અને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી આ ગુનામાં મહિના અગાઉ જ આકશ ઉર્ફે લાલો જામીન પર છૂટ્યો હતો. આ ગુનામાં ડીંડોલી પોલીસે આકાશની ધરપકડ કરી હાથ કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજી હત્યાનો બનાવ લિંબાયતમાં જુના ઝઘડાની અદાવતમાં બે સંતાનની નજર સામે જ પિતાની હત્યા કરાય છે. લીંબયાત શાંતિનગર નજીક ઋષિકેશ સેન્ટરમાં રહેતો ટેમ્પો ચાલક નિતેશ સાહે પાટીલ બે પુત્રો સાથે બાઈક પર નાસ્તો કરવા જઈ રહ્યો હતો ત્યારે સોસાયટીના ગેટ પાસે જ દશરથ પાટીલ બેઠો હોવાથી બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી જેમાં પુત્રની નજર સામે જ નિતેશના પગમાં દશરથે ચપ્પુના ઘા મારી દીધા હતા. જેથી નિતેશ બાઇક પરથી નીચે પટકાયો હતો અને તેના બંને સંતાન રડવા લાગ્યા હતા જ્યારે સ્થાનિક દુકાનદારો અને લોકો દોડી આવતા દશરથ ભાગી ગયો હતો અને નિતેશને તુરંત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃતક જાહેર કર્યો હતો. હાલ લિંબાયત પોલીસે આરોપી દશરથ ઉર્ફે કાણીયો પાટીલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Next Story