સુરતમાં દર વર્ષે ચોમાસુની ઋતુની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં વધારો નોંધાયો છે જેના પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરાઈ છે.
સુરત શહેરમાં વરસાદી ઋતુમાં ડેન્ગ્યુના કેસમાં વધારે જોવા મળી રહ્યો છે ગત આખા વર્ષમા ડેન્ગ્યુના 28 કેસ નોંધાયા હતા જ્યારે આ વર્ષે બે મહિનાની અંદર જ શહેરમાં 20 જેટલા ડેન્ગ્યુના કેસો અત્યાર સુધી નોંધાઈ ગયા છે જ્યારે ઝાડા ઉલટીના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ સુરત મહાનગરપાલિકા વધી રહેલા ડેન્ગોના કેસને ધ્યાનમાં રાખીને શહેરની અંદર ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરી છે. ઉલટીના અને ડેન્ગ્યુના કેસ માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને જરૂર જણાય તો સારવાર માટે હેલ્થ સેન્ટર ખાતે ખસેડવામાં આવી રહ્યા છે.