સુરત: હીરાનગરીમાં સાચે જ કોઈ રત્નકલાકાર બેરોજગાર નથી?, નિવેદનથી હોબાળો

સુરતમાં હીરા ઉદ્યોગકારે રત્નકલાકારો બેરોજગાર નથી આ પ્રકારનું નિવેદન આપતા સુરત હીરા માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યો છે આજ મુદ્દાને લઈને ડાયમંડ વર્કર યુનિયન મેદાન માં આવ્યું છે

New Update

સુરતમાં હીરા ઉદ્યોગકારે રત્નકલાકારો બેરોજગાર નથી આ પ્રકારનું નિવેદન આપતા સુરત હીરા માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યો છે આજ મુદ્દાને લઈને ડાયમંડ વર્કર યુનિયન મેદાન માં આવ્યું છે અને કોઈ રત્નકલાકાર બેરોજગાર નથી તેવા નિવેદનને વખોડી કાઢ્યું હતું

હીરા નગરી સુરતમાં છેલ્લા ઘણા સમયથી મંદીના વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા હતા.છેલ્લા થોડા સમયથી હીરા ઉદ્યોગ રાબેતા મુજબ શરૂ થયો છે પરંતુ હજુ ઘણા એવા નાના યુનિટો છે જે હજુ સુધી યોગ્ય રીતે શરૂ થઈ શક્યા નથી જેના લીધે અનેક રત્નકલાકારો બેરોજગાર થયા છે.. સુરતમાં હાલ ડાયમંડ બુર્સ શરૂ કરવા માટે થઈને  અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. તેવામાં ડાયમંડ વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા રત્નકલાકારને લઈને એક નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે રત્નકલાકારો બેરોજગાર થયા જ નથી આ પ્રકારનું નિવેદન આપવાની સાથે જ ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખે હીરા ઉદ્યોગકાર અને ડાયમંડ બુર્સના પ્રેસિડેન્ટ લાલજી પટેલ સામે રોષ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન અનેક રત્નકલાકારો બેરોજગાર થયા છે જેને લીધે અનેક રત્ન કલાકારોને આર્થિક સંકળામણનો પણ સામનો કરવો પડ્યો છે 
Latest Stories