/connect-gujarat/media/post_banners/ef1e037b34be9bc2cdcd3f00e38bfcef152abf628d775032826eed48e6cb5ae2.jpg)
સુરતના પુણા સ્થિત આઈમાતા ચોક પાસે આવેલા અભિલાષા હાઈટ્સમાં રહેતા વેપારીની કાર ચોરી થઇ હતી.ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ બનાવમાં પોલીસે આરોપીની ગણતરીના સમયમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરતના પુણા વિસ્તારમાં આઈમાતા સર્કલ પાસે અભિલાષા હાઈટ્સ આવેલું છે. અહી રહેતા વેપારી ગૌરવભાઈ અગ્રવાલની ૬ લાખની કારની ચોરી થઇ હતી. સવારમાં કાર નહી મળતા તેઓએ ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા જેમાં એક અજાણ્યો ઇસમ કાર લઈને જતો દેખાયો હતો. આ ઘટના બાદ તેઓએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પુણા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. આ ઘટનામાં તપાસ કરી રહેલી પુણા પોલીસે રેશ્મા રો હાઉસ બ્રીજ નીચેથી પુણાગામમાં રહેતા અને ડ્રાઈવિંગનું કામ કરતા આરોપી કૈલાશ યોગીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેઓની પાસેથી ચોરીમાં ગયેલી ૬ લાખની કિમતની કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે