સુરત : જળ સંચય જન ભાગીદારી અભિયાન અંતર્ગત જળ સંચયના વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શુભારંભ-ખાતમુહૂર્ત

સુરતની vnsgu ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં “જળ સંચય-જન ભાગીદારી અભિયાન” અંતર્ગત જળ સંચયના વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શુભારંભ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

New Update

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. ખાતે કાર્યક્રમ યોજાયો

જળ સંચય-જન ભાગીદારી અભિયાન અંતર્ગત આયોજન

જળ સંચયના વિકાસલક્ષી કાર્યોનો શુભારંભ-ખાતમુહૂર્ત

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

વરસાદી પાણી સંગ્રહના માળખાનું કરાશે નિર્માણ : પાટીલ

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં જળ સંચય-જન ભાગીદારી અભિયાન” અંતર્ગત જળ સંચયના વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શુભારંભ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ગુજરાતની ધરતી પરથી જળ શક્તિ મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ સામુદાયિક ભાગીદારી સાથે રાજ્યભરમાં આશરે 24,800 વરસાદી પાણીના સંગ્રહના માળખાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ રિચાર્જ સ્ટ્રક્ચર્સ વરસાદી પાણીના સંગ્રહને વધારવા અને લાંબા ગાળાના પાણીની ટકાઉપણું સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશેત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં જળ સંચય-જન ભાગીદારી અભિયાન” અંતર્ગત સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે જળ સંચયના વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શુભારંભ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું ખાર્તમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્ય તથા સુરત મેયર સહીતના અન્ય પદાધિકારીઓવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. કિશોરસિંહ ચાવડાયુનિવર્સિટીના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં આમંત્રિતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories