સુરત: NIA-ATS દ્વારા સતત બીજા દિવસે જલીલની પૂછપરછ,ISIS સાથે કનેક્શનની આશંકા

ગુજરાત ATS અને NIAએ સુરત એસઓજીની સાથે રવિવારે વહેલી સવારે લાલગેટ કાસકીવાડમાંથી જલીલ નામના શખ્સને ઊંચકી લાવી પૂછપરછ શરૂ કરી હતી

સુરત: NIA-ATS દ્વારા સતત બીજા દિવસે જલીલની પૂછપરછ,ISIS સાથે કનેક્શનની આશંકા
New Update

ગુજરાત ATS અને NIA દ્વારા આતંકી કનેક્શનને લઈને સતત બે દિવસથી રાજ્યના વિવિધ શહેરોમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજે બીજા દિવસે પણ સુરતના જલીલ નામના શખ્શની બન્ને એજન્સીના ઉચ્ચ અધિકારીઓએ પૂછપરછ હાથ ધરી હતી

ગુજરાત ATS અને NIA દ્વારા રવિવારે વહેલી સવારે સ્થાનિક પોલીસની એજન્સીને સાથે રાખી ગુજરાતના અમદાવાદ, ભરૂચ, સુરત અને નવસારીમાં કેટલાક શખ્સો દેશ વિરોધી પ્રવૃતિ કરતા હોવાને લઈને તપાસ હાથ ધરી હતી. ગુજરાત ATS અને NIAએ સુરત એસઓજીની સાથે રવિવારે વહેલી સવારે લાલગેટ કાસકીવાડમાંથી જલીલ નામના શખ્સને ઊંચકી લાવી પૂછપરછ શરૂ કરી હતી. ત્યારબાદ મોડીસાંજે જવા દીધો હતો. જ્યારે આજે ફરી બોલાવી પૂછપરછ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, કર્ણાટકમાં પકડાયેલા આતંકીની તપાસમાં જલીલ સહિત 3 નામ સામે આવ્યા હતા. ધોરણ 10 પાસ જલીલ હાલ મદ્રેસામાં બાળકોને ઉર્દુ ભણાવે છે.NIAના સ્ટાફે જલીલને વર્ષ 2021ના કર્ણાટક કનેક્શન બાબતે પૂછપરછ શરૂ કરી છે. જલીલની NIAના એસપી જાતે તપાસ કરી રહ્યા છે. જલીલ યુપીમાં એક વર્ષ પહેલા જમાતમાં ગયો હતો તે વખતે સંપર્કમાં આવ્યો હતો. હાલમાં જલીલ મદ્રેસામાં બાળકોને ઉર્દુ ભણાવે છે અને ધો-10 સુધી ભણેલો છે.

અગાઉ જલીલ રિક્ષા ચલાવતો હતો અને સાથે કાપડ દલાલીનું પણ કામ કરતો હતો. જ્યારે જલીલના રાંદેર ખાતે રહેતા 21 વર્ષીય મિત્ર ઉમરને પણ પોલીસ ઊંચકી લાવી હતી. તેની પણ NIAના સ્ટાફે 2 કલાક સુધી પૂછપરછ કરી સાંજે જવા દીધો હતો. બંનેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરવામાં આવી રહ્યા છે અને સંપર્ક પણ તપાસવામાં આવી રહ્યા છે

#GujaratConnect #Gujarat ATS #Surat #ISIS #સુરત #ATS Gujarat #Surat SOG #NIA-ATS #Jalil #જલીલની પૂછપરછ #ISIS Connection #Surat NIA Investigation
Here are a few more articles:
Read the Next Article