/connect-gujarat/media/post_banners/fd8e9db20f28b409c4ac3f05c778e2e8dfaa1a27c108e51c93db81a2afe7d96e.jpg)
સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં સ્થાનિકો દ્વારા જનતા રેડ કરવામાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે, પોલીસની કામગીરી જનતા કરી રહી હોવાથી પોલીસની નિષ્ક્રિયતા સામે અનેક સવાલો ઉભા થયા છે.
ગાંધીના ગુજરાતમાં દારૂનો કાયદો માત્રને માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરતમાં દારૂની રેલમછેલના કારણે આમ પ્રજા હેરાન-પરેશાન થઈ રહી છે, ત્યારે હવે પોલીસની કામગીરી આમ જનતાને કરવાની નોબત આવી છે. પાંડેસરાના નાગશેરનગરમાં ખુલ્લે આમ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાથી લોકો હેરાન હતા. સરકારી શાળાની નજીકમાં દારૂના અડ્ડાઓ હોવાથી ખૂણે ખૂણે દારૂના વેપલા ચાલી રહ્યા છે. અનેક વખત રજૂઆત કરવા છતાં દારૂની રેલમછેલ યથાવત રહી છે. જેને પગલે આખરે જનતા દ્વારા જનતા રેડ કરવામાં આવતા પોલીસની નિષ્ક્રિય કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે, પોલીસે પોતાની કામગીરી બતાવવા માટે દારૂના પોટલાં સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યા હોવાની પણ લોકો વચ્ચે વાતો વહેતી થઈ હતી.