Connect Gujarat
સુરત 

સુરત : દિવાળી વેકેશન પહેલા જ એસટી. વિભાગને રૂ. 1 કરોડથી વધુની આવક, સૌથી વધુ સૌરાષ્ટ્રના બુકિંગ...

કોરોના કાળ બાદ એસટી. વિભાગમાં એડ્વાન્સ અને ગ્રુપ બુકિંગમાં 25%નો વધારો થયો છે, ત્યારે દિવાળી વેકેશન પહેલા જ સૌરાષ્ટ્રના એડવાન્સ બુકિંગમાં એસટી. વિભાગને રૂપિયા 1 કરોડથી વધુની આવક થઈ છે.

સુરત : દિવાળી વેકેશન પહેલા જ એસટી. વિભાગને રૂ. 1 કરોડથી વધુની આવક, સૌથી વધુ સૌરાષ્ટ્રના બુકિંગ...
X

કોરોના કાળ બાદ એસટી. વિભાગમાં એડ્વાન્સ અને ગ્રુપ બુકિંગમાં 25%નો વધારો થયો છે, ત્યારે દિવાળી વેકેશન પહેલા જ સૌરાષ્ટ્રના એડવાન્સ બુકિંગમાં એસટી. વિભાગને રૂપિયા 1 કરોડથી વધુની આવક થઈ છે.

સુરત એસટી વિભાગે દિવાળીની શરૂઆતમાં જ સારી કમાણી કરી લીધી છે. દિવાળી વેકેશન દરમ્યાન એડ્વાન્સ બુકિંગ અને ગ્રુપ બુકિંગમાં વધારો થતાં સુરત એસટી વિભાગે અત્યાર સુધીમાં 1 કરોડથી વધુની આવક મેળવી છે. જેમાં કુલ 895 બસોનું બુકિંગ હાલ થયું છે, તેમાંથી સૌથી વધુ ભાવનગર 433 બસ અને અમરેલી 298 બસનું એડવાન્સ થયું છે. આ ઉપરાંત ગ્રુપ બુકિંગ થઈ પણ ચૂક્યું છે. આ સાથે જ બોટાદ 66 બસ, ગિર સોમનાથ 29 બસ,મહેસાણા 17 બસ અને પાટણ 13 બસ સહિત અન્ય મળી કુલ 895 બસનું ગ્રુપ બુકીંગ અને એડવાન્સ બુકીંગ થયું છે. કોરોના કાળ બાદ લોકોમાં એસટી તરફનો જુકાવ વધ્યો હોવાથી આવક અને પ્રવાસીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. એસટી નિગમ દ્વારા દિવાળી પહેલા જ 19થી 24મી દરમિયાન એક્સ્ટ્રા બસો ઉપાડવાનું આયોજન કર્યું છે, જ્યારે દિવાળી પહેલા જ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતીઓ વતન જવા એસટી. બસ સેવાનો વધુ લાભ લેતા થયા છે.

ગત વર્ષે 1421 વધારાની બસો દોડાવમાં આવી હતી. જેમાં એસટી. નિગમને રૂપિયા 2 કરોડની આસપાસ આવક થઈ હતી, જ્યારે આ વર્ષે દિવાળીના 10 દિવસ પહેલા જ 895 જેટલી બસમાં 1 લાખ જેટલી સીટો બુક થતાં રૂ. 1.40 કરોડ જેટલી આવક થવા પામી છે.

Next Story