સુરત : કામરેજના માતા પુત્ર સાથે ગ્રીનકાર્ડ અપાવવાના બહાને ઠગાઇ, છેતરપિંડી કરનાર દંપતી પોલીસ જાપ્તામાં

કામરેજના માતા પુત્રને વિદેશ જવું પડ્યું ભારે, મિત્રએ જ ગ્રીન કાર્ડ અપાવાના બહાને કરી ઠગાઇ

New Update
સુરત : કામરેજના માતા પુત્ર સાથે ગ્રીનકાર્ડ અપાવવાના બહાને ઠગાઇ, છેતરપિંડી કરનાર દંપતી પોલીસ જાપ્તામાં

ગ્રીનકાર્ડ અપાવવાના બહાને સુરત શહેરના કામરેજના માતા પુત્ર સાથે છેતરપીંડી કરનાર દંપતીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે દંપતી પાસે થી 5 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે.

સુરત શહેરના કામરેજના નીલકંઠ રેસીડેન્સી ખાતે રેહતા ગીતાબેન રાશમીયા એ પોતાના અને પુત્ર મયંકના અમેરિકાના ગ્રીન કાર્ડ બનાવવામાં માટે પોતાના મિત્ર એવા પારુલ રાઠોડ અને તેના પતિ દીપક શાહને 55 લાખ રૂપિયામાં કામ આપ્યું હતું અને જે પૈકીના ૨૦ લાખ રૂપિયા રોકડ અને બેંક ટ્રાન્સફરથી ચૂકવ્યા હતા. જોકે કામ તો થયું નહિ પરંતુ આરોપીઓ એ ફોન પણ ઉચકવાના બંધ કરી દીધા હતા. જેથી ગીતા બહેને કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ ફરિયાદ બાદ કામરેજ પોલીસે આરોપી દીપક શાહની ધરપકડ કરી પૂછપરછ કરતા ૨૦ લાખ પેકીના ૧૫ લાખ રૂપિયા અમદાવાદના પોતાના મિત્ર મોહિત ચૌહાણ તેમજ મિત્રની પત્ની દીપિકા ચૌહાણના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા,

પોલીસ દ્વારા અમદાવાદ થી દંપતીને તપાસ માટે બોલાવતા આરોપી મોહિત ચૌહાણએ પોતે સરકારી ઓફિસર હોવાનું તેમજ પત્ની દીપિકા ચૌહાણ ઇન્કમ ટેક્સ ઓફિસર હોવાનો પોલીસને રોફ બતાવ્યો હતો જોકે પોલીસ દ્વારા કડકાઈ થી તપાસ કરવામાં આવતા બંને પતિ પત્ની પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યા હતા પરંતુ આખરે પોલીસે બંને ની ધરપકડ કરી આરોપી દમ્પતિ પાસેથી ૫ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી.  

Read the Next Article

સુરત : પોલીસે 8 વાહન ચોરના ગુનાઓનો ઉકેલ્યો ભેદ,બે મહિનામાં ચોરીને અંજામ આપનાર વાહન ચોરની ધરપકડ

સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

New Update
  • 8 જેટલા વાહન ચોરીના ભેદ ઉકેલાયા

  • પોલીસને મળી સફળતા 

  • પોલીસે આરોપીની કરી ધરપકડ

  • અલગ અલગ વેશ ધારણ કરીને કરતો ચોરી

  • પોલીસે 8 બાઈક પણ કરી જપ્ત

સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

સુરત શહેરના સિંગણપોર તથા સલાબતપુરા પોલીસ મથકની હદમાં વાહન ચોરીના ગુના બન્યા હતા.અને બે મહિનામાં જ 8 જેટલી બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.પોલીસ દ્વારા વાહન ચોરને ઝડપી લેવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.અને તેમાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ હતી.પોલીસે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળીની ધરપકડ કરીને તેની પાસેથી 8 સ્પ્લેન્ડર કબ્જે કરી હતી.અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી જયારે વાહન ચોરી કરવા જતો હતો,ત્યારે અલગ અલગ વેશ ધારણ કરીને ચોરીને અંજામ આપતો હતો.

Latest Stories