“તેરા તુજકો અર્પણ” : ગુમ થયેલા 50 મોબાઇલ શોધી કાઢી મૂળ માલીકને પરત કરતી સુરતની કાપોદ્રા પોલીસ...

સુરત શહેર તથા જિલ્લામાં ગુમ થયેલા 50 જેટલા મોબાઇલ ફોન શોધી કાઢી મૂળ માલીકોને કાપોદ્રા પોલીસ દ્વારા સુપ્રત કરવામાં આવતા પોલીસ તંત્રનો લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો.

New Update

પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અભિયાન

શહેર-જિલ્લામાં ગુમ થયેલા 50 મોબાઇલ શોધી લેવાયા

કાપોદ્રા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાય

પોલીસે મૂળ માલીકોને 50 મોબાઇલ ફોન સુપ્રત કર્યા

લોકોએ પોલીસ વિભાગનો વિશેષ આભાર વ્યક્ત કર્યો

સુરત શહેર તથા જિલ્લામાં ગુમ થયેલા 50 જેટલા મોબાઇલ ફોન શોધી કાઢી મૂળ માલીકોને કાપોદ્રા પોલીસ દ્વારા સુપ્રત કરવામાં આવતા પોલીસ તંત્રનો લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છેત્યારે પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અંતર્ગત વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સુરત શહેર તથા જીલ્લામાં લોકોના ગુમ થયેલા અથવા પડી ગયેલા 50 જેટલા મોબાઇલ ફોન સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા. જે મોબાઈલ મૂળ માલીકોને પોલીસ મથકે બોલાવી સુપ્રત કરવામાં આવ્યા હતા. સુરત પોલીસ દ્વારા ટેક્નિકલ વર્કઆઉટ કરી CEIR પોર્ટલની મદદથી ગુમ થઇ ગયેલ મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી છેત્યારે રૂ. 6.10 લાખની કિંમતના અલગ અલગ મોબાઈલ ફોન પરત મળી જતા લોકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

Latest Stories