Connect Gujarat
સુરત 

સુરત : ઘોડા ઉપર સવાર થઈ કતારગામ ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયા નીકળ્યા ફોર્મ ભરવા, લોકોમાં જમાવ્યું આકર્ષણ…

કતારગામમાં દબંગ નેતા તરીકે જાણીતા વિનુ મોરડિયા, ઉમેદવારી પત્ર ભરવા ઘોડા ઉપર સવાર થઈ નીકળ્યા

X

સુરત શહેરના કતારગામના ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયાએ આજે રજવાડી ઠાઠમાં ઘોડેસવારી કરીને સમર્થકો સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા હતા. આ દરમ્યાન વિનુ મોરડિયાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ અને ત્યારબાદ લગભગ તમામ રાજકીય પાર્ટીના મુરતિયાઓ પણ જાહેર થઈ ગયા છે, ત્યારે હવે તમામ ઉમેદવારો પોતાનું ચૂંટણી ફોર્મ ભરવા માટે તૈયારી કરી રહ્યા છે. ઉમેદવારો સૌકોઈના આકર્ષણનું કેન્દ્ર બને એના પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં સુરતના કતારગામ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને રાજ્ય સરકારના શહેરી વિકાસમંત્રી વિનુ મોરડિયા આજે અનોખી રીતે ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. તેઓ નિવાસ સ્થાનેથી સૌ પહેલા ઘોડા ઉપર સવાર થઈ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા. ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરવા માટે પણ તેઓ ઘોડા પર સવાર થઈને મંદિરે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિનુ મોરડિયા ગઇ વખતે પણ, જ્યારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા, ત્યારે ઘોડા ઉપર સવાર થઈને જ ગયા હતા. ઘોડેસવારી તેમનો મનગમતો શોખ છે. સમયાંતરે તેઓ ઘોડેસવારી કરવાનું પસંદ કરતા હોય છે. એટલે જ વિનુ મોરડિયા જ્યારે પણ ઉમેદવારી ફોર્મ ભરવા જાય છે, ત્યારે અચૂક ઘોડા ઉપર જ બેસીને જાય છે.

Next Story
Share it