સુરત : સગીર વિદ્યાર્થીને ભગાડીને લઇ જવાની ઘટનામાં શિક્ષિકા વિરુદ્ધ અપહરણ અને પોક્સોનો ગુનો દર્જ

23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ હતી.જે ઘટનામાં પોલીસે શિક્ષિકાની ધરપકડ કરીને તેણીની સામે અપહરણ અને પોક્સો હેઠળ ગુનો દર્જ કરીને તપાસ શરૂ કરી

New Update
  • સુરતમાં બન્યો વિચિત્ર કિસ્સો

  • શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી

  • શિક્ષિકા વિરુદ્ધ પોલીસે કરી કાર્યવાહી

  • શિક્ષિકા વિદ્યાર્થીને લઈને 2200 કિ.મી બસમાં ફરી 

  • પોલીસે અપહરણ અને પોક્સોનો ગુનો કર્યો દર્જ

સુરત શહેરમાં વિચિત્ર કિસ્સાએ સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો. 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ હતી.જે ઘટનામાં પોલીસે શિક્ષિકાની ધરપકડ કરીને તેણીની સામે અપહરણ અને પોક્સો હેઠળ ગુનો દર્જ કરીને તપાસ શરૂ કરી છે.

સુરતના પુણા વિસ્તારમાં 11 વર્ષના કિશોરના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી કે તેમના પાંચમા ધોરણમાં ભણતો દીકરો ગાયબ છે. તે 25 એપ્રિલના રોજ ઘરની બહાર રમવા ગયો હતોત્યાર બાદથી ઘરે આવ્યો નથી.તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી.

પોલીસે તપાસ કરતા શિક્ષિકા અને વિદ્યાર્થીને રાજસ્થાન બોર્ડ પાસેથી બસમાં પોલીસે શોધી કાઢ્યા હતા,અને શિક્ષિકાની ધરપકડ કરીને સગીર વિદ્યાર્થીને મુક્ત કરાવ્યો હતો.પોલીસે શિક્ષિકા માનસી નાઇની સઘન પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.

જેમાં માનસી નાઈ વિદ્યાર્થીને લઈને સુરતથી વડોદરાઅમદાવાદજયપુરદિલ્હી અને વૃંદાવન એમ 2200 કિ.મી. બસમાં ટ્રાવેલ કર્યું હતું,અને બાદમાં અમદાવાદ રવાના થતા સમયે રાજસ્થાન બોર્ડર પાસેથી ચાલુ બસમાં જ પોલીસે શિક્ષિકાને દબોચી લીધી હતી. આ દરમિયાન બે હોટલમાં રાત્રિરોકાણ પણ કર્યું હતું.અને આ રોકાણ દરમિયાન તેને વિદ્યાર્થીનું શારીરિક શોષણ કર્યું હોવાનું પણ પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. અને પોલીસે બંનેના મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું,આ ઘટનામાં પોલીસે માનસી નાઈ સામે અપહરણ અને પોક્સોની કલમ હેઠળ ગુનો દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી છે. 

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.