Connect Gujarat
સુરત 

સુરત : ઘોડે સવારી કરી શાળાએ પહોચતો બારડોલીના ખરવાસા ગામનો વિદ્યાર્થી કુશ, જુઓ બાળકમાં રહેલી ઘોડા પ્રત્યેની અનોખી લાગણી...

સુરતમાં એક બાળક અનોખી રીતે શાળાએ પહોંચે છે. બાળક ઘોડે સવારી કરી શાળાએ આવે છે. ઘોડીનું નામ નાયચી રાખવામાં આવ્યું છે.

X

સુરતમાં એક બાળક અનોખી રીતે શાળાએ પહોંચે છે. બાળક ઘોડે સવારી કરી શાળાએ આવે છે. ઘોડીનું નામ નાયચી રાખવામાં આવ્યું છે. કુશ સાથે તેના મિત્રોની પણ ઘોડી સાથે અનોખી લાગણી બંધાય છે. જુઓ વિદ્યાર્થીઓની ઘોડી સાથેની દિનચર્યા... કનેક્ટ ગુજરાતના અહેવાલમાં...

આમતો યુ.પી.ના સારસ નામના પક્ષી અને આરીફની દોસ્તી જગ જાહેર છે. સારસ અને આરીફ હંમેશા સાથે જ રહેતા હતા. પરંતુ વન સંરક્ષણ અધિનિયન હેઠળ સારસ પક્ષીને આરીફથી દૂર કરવામાં આવ્યું છે, ત્યારે આજે અમે તમને ઘોડાના બચ્ચા અને એક વિદ્યાર્થીની દોસ્તીની વાત કરવા જઈ રહ્યા છે. મુખ્યત્વે તમે વિદ્યાર્થીઓને સાયકલ, મોપેડ ઉપર સવાર થઈને શાળાએ આવતા જોતા હશો, ત્યારે સુરત જિલ્લાનો એક વિદ્યાર્થી શાળાએ ઘોડા પર સવાર થઈ આવે છે. બારડોલીના ખરવાસા ગામના કુશને એક ખેતરમાંથી ઘોડાનું નાનું બચ્ચું મળી આવ્યું હતું, જોકે, હાલ કુશ તેને ઘરે લાવી તેનું પાલન પોષણ કરી રહ્યો છે.

કુશે તેનું નામ 'નાયચી' રાખ્યું છે. સવારે તેને નવડાવ્યા બાદ તેના માટે ચારો લાવવામાં આવે છે. શાળાનો સમય થાય એટલે કુશ ઘરેથી ઘોડાના બચ્ચાને સાથે લઈને નીકળે છે. ત્યારબાદ તેની સાથે તેના મિત્રો પણ આ ઘોડાના બચ્ચા સાથે જોડાયા છે. જોકે, એક પછી એક આ મિત્રો તેની સવારી કરીને શાળાએ અભ્યાસ અર્થે પહોંચે છે. કુશ શાળા બહાર નજીકમાં તેને એક ઝાડ નીચે બાંધી દે છે. અને શાળામાં રિસેશ દરમ્યાન ઘોડા માટે ચારો અને પાણી મુકી ને ફરીથી અભ્યાસ અર્થે જાય છે. શાળા છૂટ્યા બાદ બાળકો ફરીથી ઘોડા સાથે રમતા રમતા ઘરે પહોંચે છે.

જોકે, શાળાએથી પરત ફરી બાળકો જ્યારે રમવા માટે ભેગા થાય છે, ત્યારે પણ આ બાળકો નાયચી ઘોડાને સાથે જ લઈ જાય છે. શાળાના શિક્ષકો પણ વિદ્યાર્થીઓને ઘોડે સવારી કરીને આવતા જોઈ હર્ષ અનુભવી રહ્યા છે. તેઓ પણ કહી રહ્યા છે કે, પહેલાના સમયમાં ઘોડે સવારી કરીને લોકો પોતાના કામ અર્થે આવ જાવ કરતા હતા તેવા દ્રશ્ય આજે જોઈને ખૂબ જ આનંદ થાય છે. તેમજ બાળકોનો ઘોડા સાથે લગાવ પણ ખૂબ જ છે. હંમેશા બાળકોનો પશુ-પક્ષીઓ પ્રત્યે આવો પ્રેમ રહેવો જોઈએ. બાળકો શાળાએ ઘોડે સવારી કરીને આવે છે, ત્યારે સૌકોઈ કૃતુહલવસ થઈ જોતા રહે છે.

Next Story